લોકસભા ની ચુંટણી ના વાજા વાગી રહ્યા છે અને એમાય ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ પ્રથમ તૈયારીઓ પ્રારંભ કરવામાં આવી છે
ભાજપ નું મોવડી મંડળ લોકસભાની ચૂંટણી ની જોરો શોરો થી તૈયારી કરી રહ્યું છે ત્યારે નવસારી ખાતે “બનાસકાંઠા મહા સંમેલનમાં” યોજાયું.
આ સંમેલન માં બનાસકાંઠા ના વતનીઓ અને હાલ નવસારી માં વસેલા વિવિધ સમાજનાં લોકો ઉપસ્થીત રહ્યા
આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થીત રહેલા જેમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ, જનકભાઇ બગદાણા,
નવસારી જીલ્લા પ્રમુખ ભૂરાભાઇ શાહ, બનાસકાંઠા જીલ્લા પ્રમુખ કિર્તીસિંહજી વાઘેલા,
ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ ગોવાભાઈ દેસાઇ, શશિકાંત પંડયા અને પ્રદેશ માલધારી સેલનાં સંયોજક સંજયભાઇ દેસાઇ તેમજ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ માં વતન ની અનેરી ઉર્જાનો અનુભવ થતો હતો.
આ મહાસંમેલનમાં બનાસકાંઠાનાં મૂળ નિવાસી અને હાલ નવસારી ખાતે રહેતા વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા.