આઝાદી ના અમૃત વર્ષ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પ્રેરણા થી દેશ ના શહીદ વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ માટે મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અમૃત કળશ યાત્રા યોજાઇ રહી છે ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા દીયોદર વિધાનસભા મત વિસ્તાર ના ગામે ગામે ફરી અમૃત કળશ યાત્રા યોજાઇ રહી છે
જે અંતર્ગત આજ રોજ દિયોદર વિધાનસભા મત વિસ્તારના ગામો જેમાં વજેગઢ, કેસરસિંગ ગોળીયા, આગથળા, મોરાલ , કુડા , કોટડા, ધુણસોલ, ભાકડીયાલ, જડીયાલી , ઘાણા , નાદલા , ધ્રોબા, ખેરોલ , દેવસરી , કમોડી , કમોડા, ડેકા , તેમજ લાખણી ખાતે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણના શપથ લઈ ‘અમૃત કળશ યાત્રા’ યોજાઇ ગામે ગામ અમૃત કળશ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યુ. જેમાં ક્યાંક ગામની બહેન દીકરીઓએ માથે બેડું ઉપાડી સ્વાગત કર્યું તો ક્યાંક કંકુ તિલક થી તો ક્યાંક ફૂલો ઊછાળી યાત્રાનું સ્વાગત કરાયું
અમૃત કળશ યાત્રાના સ્વાગત બાદ ગામે ગામે સભા યોજાઇ અને વતનની માટી અને અક્ષત અમૃત કળશમાં અર્પિત કરાવ્યા અને વીર સપૂતોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
સાથે સાથે ઉપસ્થિત સૌએ આ રાષ્ટ્રાંજલીના અનોખા પ્રસંગમાં વીર-વીરાંગનાઓ શ્રદ્ધાંજલિ તેમજ પવિત્ર ભૂમિ માટેના યોગદાનનો સંકલ્પ કર્યો