આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર 3:30 PM એ પાકિસ્તાનના ખેલાડીઓનું આગમન થશે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. જ્યારે ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી પહોંચશે અને ITC નર્મદામાં રોકણ કરશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ભારત પાકિસ્તાનની મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. DG અને GASના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈબીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને આજથી ત્યારે આજથી ત્રણ દિવસ માટે પ્રેક્ષકો ટિકીટની હાર્ડ કોપી મેળવી શકશે. જે પણ ક્રિકેટ પ્રેમીઓએ ઓનલાઇન પોતાની ટિકિટ બુક કરાવી હશે તે પ્રેક્ષકોને હાર્ડ કોપી બતાવ્યા બાદ જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે આજથી ત્રણ દિવસ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફોરડી સ્કેવર મોલ, નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમથી ટિકિટની હાર્ડ કોપી મળી રહેશે. ટિકિટ બુક કરાવ્યા બાદ મેઈલમાં મળેલી સોફ્ટ કોપી અને જે કાર્ડથી ટિકિટનું પેમેન્ટ થયું હશે તે કાર્ડના છેલ્લા ચાર આંકડા દર્શાવ્યા બાદ વેરિફિકેશન થઈને તેમને મેચની ટિકિટો મળશે. પ્રેક્ષકોને સવારે 10થી સાંજના છ વાગ્યા સુધી ઓનલાઈન બુક કરાવેલી ટિકિટની હાર્ડ કોપીનું વિતરણ કરવામાં આવશે.