ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે સર્પદંશના બનાવો બનતા ગ્રામીણ પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
બનાસકાંઠા જિલ્લાના દીયોદર તાલુકાના સોની ગામ માં એક જ દિવસમાં ત્રણ – ત્રણ સર્પદંશના બનાવ બનતા ગ્રામીણ ખેડૂતો અને પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો.
દિયોદર તાલુકાના સોની ગામે ભાવનાબેન મહેશભાઈ ચૌધરી પોતાના ખેતરમાં કામ કરતા હતા
તે દરમિયાન પશુઓને ઘાસચારો નિરણ કરવા જતા ઘાસચારામાં છુપાયેલો ઝેરી સાપ ડંખ દેતા સારવાર દરમિયાન મહિલા નું કરુણ મોત નીપજ્યું હતું
ત્યારબાદ સોમવારે મોડી સાંજે સંજયભાઈ દાનાભાઈ લુહાર ઉંમર વર્ષ અંદાજે ત્રણ વર્ષ પોતાના ઘરની આસપાસ રમી રહ્યો હતો ત્યારે અચાનક પગે લોહી લુહાણ હાલતમાં દેખાતા રડતો જોઈ પરિવારજનો ચોકી ઉઠ્યા હતા
આ નાનકડા બાળકને સારવાર અર્થે ખસેડ્યા હતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું
ત્યારબાદ અન્ય એક સાપ કરડવાના કિસ્સામાં દિયોદરના સોની ગામે રહેતા ઈશ્વરભાઈ રાજનાથ નટ ઉંમર વર્ષ અંદાજે 21 વર્ષ ને સાપ કરડતા ઇજાગ્રસ્ત હોઈ ડીસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા
આમ એક જ દિવસમાં સોની ગામે ત્રણ સર્પદંશના બનાવ બનતા પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો