રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.
- અ’ વર્ગની 22 નગર પાલિકાઓને 22 કરોડ રૂપિયા,
- ‘બ’ વર્ગની 30 નગર પાલિકાઓને 80 લાખ પ્રમાણે 24 કરોડ રૂપિયા,
- ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને 60 લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા,
- ‘ડ’ વર્ગની 45 નગર પાલિકાઓને 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.
નગરપાલિકાઓને રસ્તાના મરામત – રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ દરખાસ્તના સંદર્ભમાં 100 કરોડ રૂપિયા ફાળવીને લોક સુખાકારી કામો માટેની આગવી સંવેદના દર્શાવી છે.