ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023 ચાલુ થઈ ગયો છે, અને આ ટુર્નામેન્ટ નું આયોજન ભારત દેશ કરી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટ ની મહત્વની ગણાતી મેચ ભારત-પાકિસ્તાન મેચ રમાવવા જઇ રહી છે ત્યારે
અમદાવાદ ખાતે 14 ઓક્ટોમ્બર ના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની જોરદાર તૈયારી ઓ કરવામાં આવી છે જેને લઈને એક મહત્વની સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન આઈ સી સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક સીએમ દ્વારા યોજી હતી.
જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા