દેશમાં એક બાજુ નકલી નોટો અને કાળા ધન સામે લડાઈ ચાલુ છે એવામાં ગુજરાતના દાહોદ માંથી SOGની ટીમે જુદા જુદા દરની લાખો રૂપિયાની નકલી નોટો ઝડપી પાડી છે
દાહોદના કતવારા મેઈન બજાર માંથી નકલી નોટો સાથે બે આરોપીઓને 500ના દરની 1015 નોટ કલર ઝેરોક્ષ કરેલી ઝડપી પાડી છે અને આ બંને આરોપીઓ નામ કમલેશ સંગાડા અને મંગળીયા ડામોર જાણવા મળ્યા છે તથા ઝાલોદ તાલુકાના સારમારીયાના વતની શૈલેષ વહોનીયા અને નાનીખરજના હીમસીંગ ગણાવા નામના બે આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા છે
દાહોદ પોલીસે આ બંને આરોપી શૈલેષ વહોનીયા અને હીમસીંગ ગણાવાને પકડવા SOGની ટીમે તજવીજ હાથધરી છે