ખેડબ્રહ્મા કાશીવિશ્વનાથ મંદિર રોડ ગટર લાઇન ઉભરાઇ રહી છે સ્કૂલે આવતા બાળકો અને બાઇકચાલકો લપસી પડે છે આના માટે જવાબદાર કોણ નગરપાલિકા તંત્ર કે કોન્ટ્રાકટર ?
ખેડબ્રહ્મા ના જાણીતા અને ભારે ટ્રાફિક ધરાવતા કાશીવિશ્વનાથ મંદિર રોડ ગટર લાઇન ઉભરાઇ રહી છે અને ત્યાંથી પસાર થતા લોકો ભાગવી રહ્યા છે ભારે હાલાકી.
જોકે આ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી છે અને સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકા તંત્ર ને આની ફરિયાદ કરવામાં આવી રહી છે
પરંતુ તંત્ર છેકે તેના પેટનું પાણી પણ હાલતું નથી
ઘણા સમયથી ઉભરાતી ગટર ના કારણે આ ગટર લાઈન ના પાણી થી રસ્તા વચ્ચે લિલ બાઝી ગઈ છે અને તેનાથી સ્કૂલે આવતા બાળકો અને બાઇક ચાલકો લપસી પડે છે
આના માટે જવાબદાર કોણ નગરપાલિકા તંત્ર કે કોન્ટ્રાકટર ?