કાંકરેજ પંથક માં ત્રણ વર્ષના નિર્દોષ બાળકની હત્યાની ઘટનાએ બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે.
કાંકરેજ તાલુકાના નેકોઈ ગામની ભગવતી ઉર્ફે ભગી રબારીના લગ્ન સાત વર્ષ પહેલા પાટણ જિલ્લાના ધાયણોજ ગામના શૈલેષ રબારી સાથે સાત વર્ષ પૂર્વે ભાઈ બહેન ના સાટા માં થયા હતા.
લગ્ન જીવન દરમિયાન તેમને ત્રણ વર્ષનો નીશુલ ઉર્ફે નિશુ નામના દીકરો હતો પરંતુ પત્ની ભગવતી ઉર્ફે ભગી રબારીને પતિ શૈલેશ રબારી પત્ની પસંદ નાં હોવાથી છુટકારો મેળવવા માંગતો હતો તેને લઈને પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો
તેથી છેલ્લા એક મહિનાથી પત્ની દીકરા સાથે કાંકરેજ તાલુકાના નેકોઇ ખાતે પિતાના ઘરે રહેતી હતી પરંતુ ગત 28 સપ્ટેમ્બરે પાટણ થી શૈલેષ રબારી નેકોઇ ગામે પોતાના સસરા ના ઘરે પત્નિ અને દિકરાને પરત પાટણ લઈ જવા માટે આવ્યો હતો હતો અને 28 સપ્ટેમ્બરના બપોર બાદ પત્ની અને પુત્ર ને બાઈક પર લઈને પાટણ જવા નીકળેલ વચ્ચે થરા માં શૈલેશ રબારીએ પત્ની ને નવા મોબાઈલની લાલચ આપી પત્ની રસ્તા ઉપર રાખી દિકરાને લઈ મોબાઈલ લેવા ગયેલ.
રાહ જોઈ ઉભેલી પત્ની એ પતિ દિકરાને લઈને પરત ના ફરતા તેના પિતાને જાણ કરી હતી
ભારે શોધખોળ બાદ શૈલેશ રબારી એકલો મળી આવ્યો હતો
શૈલેષ રબારી કોઇ સંતોષકારક જવાબ ના આપતાં. તેણે પતિ પર શંકા ગઈ કે નક્કી મારા દીકરા સાથે કંઇક થયું છે તેથી પત્ની ભગવતી રબારીએ તેના પતિ શૈલેષ રબારી સામે પોલીસ ફરીયાદ કરી
પોલીસ ની કડક પૂછ પરછ મા શૈલેષ રબારી ભાગી પડયો હતો અને પોતાનાં દીકરાને થરાદ તાલુકાના રડકા નજીક કેનાલમાં ફેંકી હત્યા કરી દીધી છે તેવી કબૂલાત કરતાં પોલીસે ત્રણ વર્ષના નીશુલ ઉર્ફે નીશુ રબારીના મૃતદેહની કેનાલ માંથી શોધખોળ કરી પીએમ અર્થે થરાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
આ બાબત માં વધુ માહિતી આપતા DYSP દિયોદર D.T. GOHIL જણાવ્યુ કે આરોપીએ પોતે પોતાના ત્રણ વર્ષના દીકરા ની હત્યા કરી હતી અને હત્યાને આત્મહત્યા ખપાવવા માટે પોલીસ ને ગોળ ગોળ જવાબો આપ્યા પરંતુ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી લીધો છે