અમદાવાદમાં રિક્ષામાં ફરતા લોકો માટે ખૂબ જ મહત્વના સમાચાર.
અમદાવાદ માં આજથી ત્રણ દિવસ માટે રિક્ષાચાલકો હડતાળ પર ઉતાર્યા છે.
હાલ શહેરમાં ઓનલાઈન એપ્લિકેશનથી ટુ-વ્હીલર પર મુસાફરી કરવાનું ચલણ વધી રહ્યું છે.
જેને લઈને રિક્ષાચાલકોના હડતાળ ઉતાર્યા છે. રિક્ષા ચાલકો ઓનલાઈન એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે વિરોધ કરી રહ્યા છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને ઓનલાઈન એપ્લિકેશન થી ટુ-વ્હીલર પર થતી મુસાફરીને બંધ કરાવવાની માંગણી સાથે આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે.
યુનિયન દ્વારા આગામી સમયમાં ભૂખ હડતાળની ચેતવણી આપવામાં આવી છે.
હાલ ઓનલાઈન નો સમય છે લોકો ને ઓનલાઈન સુવિધા લોકોને સેટ થઈ રહી છે.
અને પાછું ઘણીવાર રીક્ષા ચાલકો પાસે લોકોને છેતરાવવાનો પણ અનુભવ થતો હોય છે માટે અત્યારે લોકો ઓનલાઈન સુવિધા વધુ પસંદ કરી રહ્યા છે
ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને મુજબ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ વ્હીલર પર મુસાફરી ધમધમી રહી છે. અને આ ગેરકાયદેસર હોવાથી અમે ઘણીવાર સરકારને આને બંધ કરાવવા રજૂઆત કરી છે, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
રીક્ષા ચાલકો ને બમણો માર
શહેરના રસ્તાઓ પર દોડતા પર્સનલ ટુ-વ્હીલરો દ્વારા આ પ્રકાર ની સુવિધા આપતા રીક્ષા ચાલકો ને બમણો માર પડી રહ્યો છે. એમને કોમર્સિયલ લાયસન્સ લઈ રીક્ષા અને બીજા ટેક્સ ભરી રીક્ષા ચલાવવાની અને પર્સનલ ટુ-વ્હીલરો કોઈ પણ પ્રકારના નિયમ વગર ધમધમી રહ્યા છે
આ સ્થિતિમાં રિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર માઠી અસર થઈ રહી છે.
ઓનલાઈન એપથી ટુ વ્હિલરની મુસાફરી બંધ કરાવવાની માંગ સાથે રિક્ષા ચાલકો 3થી 5 ઓક્ટોબર સુધી હડતાળ પર ઉતરશે તેવું યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે
ઓનલાઈન એપ્લિકેશન થી ટુ-વ્હીલરની મુસાફરી સામે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે.
અમદાવાદમાં આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન