સાબરમતી ના સંત તરીકે જાણીતા મહાત્મા ગાંધી કે જે પાછળથી વિશ્વભરમાં ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા થયા જેમની કર્મભૂમિ અમદાવાદ અને વિશેષ કરીને સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ છે.
અમદાવાદમાં આ બંને આશ્રમની વચ્ચે આવેલ આશ્રમ રોડ કે જ્યાં ગાંધીજીની એક વિશાળ પ્રતિમાજી ઇન્કમટેક્સ રોડ પર લગાવવામાં આવી છે આ પ્રતિમાજી ને આજના ગાંધી જયંતીના અવસરે વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે જાણીતા છે અને આ દિવસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
વિશ્વભરમાં બીજી ઓક્ટોબરના દિવસે ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે
શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી સંસ્થાઓમાં આજે પ્રાર્થના, સેવા અને વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીજીના જન્મ દિવસ ને અનોખી રીતે ઉજવવામાં આવે છે તેમના દ્વારા આ સપ્તાહમાં સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચઢાવવામાં આવે છે