અમદાવાદમાં ફરીથી એકવાર કન્સ્ટ્રક્શન સાઇટ મજદૂરો માટે બની ગોઝારી. સરખેજ વિસ્તારમાં નિર્માણધીન ઝવેરી ગ્રીન્સ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 13 માં માળેથી ત્રણ મજદૂરો પટકાતા થયા ઘાયલ તુરંત સારવાર માટે સહયોગ હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ઉપસ્થિત ડોક્ટરો કર્યા મૃત જાહેર.
શું કન્સ્ટ્રક્શન સાઈટ પર સેફ્ટીંગની પૂરતી સગવડ નહીં હોય. અમદાવાદમાં આવી ઘટના અવારનવાર બની રહી છે જ્યાં મજૂરી કરતા મજૂરો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે
મોડી રાત્રે 13 માં માળે કામ કરી રહેલા શ્રમિકો પાલક તૂટતા સીધા નીચે પટકાયા. આ ઘટનાને લઈને કન્સ્ટ્રકશન સાઈડ પર મોટા સવાલ ઉઠવા પામ્યા છે અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી તાત્કાલિક જવાબદારોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા