અમદાવાદ મહાનગરપાલિકાના મેયરપદે નવો ચહેરો જ સામે આવશે.
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
કેમ કે તમામ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને ત્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો પર જે નેતાઓ કે જે હાલ પણ આ જ ચાર પૈકીના કોઈ પદ પર અઢી વર્ષથી હતા. તેમના ફરી એકવાર પદાધિકારી બનવાનું સપનું રોડાયું છે.
આ જા કારણે અમદાવાદ મહાનગરપાલિકાના મેયરપદે નવો ચહેરો જ સામે આવશે. મહિલા અનામત મેયર માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડ બાદ જૂની અટકળોનો અંત આવ્યો છે અને હવે નવા મેયરની રેસમાં ત્રણ મહિલાઓ છે. જેમાં અસારવા વોર્ડના અનુપ્રિયા પટેલ,મણિનગર વોર્ડના શીતલ ડાગા અને પાલડી વોર્ડના વંદના શાહ રેસમાં છે.
જો ક્ષત્રિય મહિલાને મેયર બનાવવામાં આવે તો વાસણા વોર્ડના સ્નેહાબા પરમાર પણ રેસમાં છે. એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્યોને ફોર્મ ભરવા હાલ સુધી સૂચના આપવામાં નથી આવી. જાતિગત સમીકરણો અને પાર્લામેન્ટરી બોર્ડમાં થયેલ ચર્ચા અનુસાર 17 સભ્યો ફોર્મ ભરશે. સ્ટેન્ડિંગ કમિટીના દાવેદારો પર નજર કરીએ તો, અશ્વિન પેથાણી, બાપુનગર કાઉન્સિલર – જૈનિક વકીલ,પાલડી કાઉન્સિલર – જતીન પટેલ,ઘાટલોડિયા કાઉન્સિલર – પ્રિતિષ મહેતા,પાલડી કાઉન્સિલર – મહાદેવ દેસાઈ,સૈજપુર બોઘા કાઉન્સિલર – કમલેશ પટેલ,ખોખરા કાઉન્સિલર – જયેશ ત્રિવેદી,સરખેજ કાઉન્સિલર.
બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. સ્વાભાવિક રીતે જ છ મહાનગરપાલિકાઓમાં ચાર પદ માટે પદયાધિકારીઓની નિયુક્તિ ચર્ચા થઈ હતી. ત્યારે પ્રદેશ ભાજપ તરફથી જાહેર કરાયેલો આ નિર્ણય તમામ નવા સમીકરણો તરફનો ઈશારો કરે છે.
જુના પદાધિકારીઓએ હવે હથિયાર નીચે મૂકી દીધા છે.
તો યુવાન અને અત્યાર સુધીમાં જેમને આ મહત્વના પદ પર કામ કરવાની તક નથી મળી તેવા કોર્પોરેટરોને આશા જાગી છે અને એટલે જ તેમને પણ લોબીંગ શરૂ કરી દીધું છે. મોટાભાગની નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનું શાસન છે ત્યારે ત્યાં પણ હવે પછીના અઢી વર્ષ માટે નવા ચહેરા જોવા મળશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.
પ્રદેશ ભાજપનાં આ નિર્ણયથી સ્વાભાવિક રીતે જ સપના જોઈ રહેલા કેટલાક નેતાઓ દુઃખી છે તો બીજી તરફ જમીન પર રહી કાઉન્સિલર, તાલુકા, જિલ્લા પંચાયતના ડેલિકેટ તરીકે કામ કરનાર યુવા નેતાઓમાં ઊર્જાનો સંચાર થયો છે.
http://www.shantishram.com/news/19953/06/09/2023/
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf
Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews
Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagramhttps://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat