લૂંટારૂઓને પકડવાની જગ્યાએ પોલીસ હદ નક્કી કરવામાં અટવાણી
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ
પાલનપુરના ચડોતર નજીક ડીસા થી પાલનપુર તરફ આવી રહેલા અમદાવાદના સોના ચાંદીના વેપારી ના માણસો ને રોકી કરવામાં આવી લુંટ. અંદાજીત રૂપિયા 6 કરોડનો મુદ્દામાલ લુંટી લુંટારાઓ ફરાર.
બનાસકાંઠા પોલીસ થઈ દોડતી, એલસીબી સહિત પોલીસની અનેક ટીમો થઈ કાર્યરત લૂંટારૂઓને પકડવા સઘન તપાસ શરૂ.
મળતી માહિતી મુજબ અમદાવાદના સી.જી.રોડ પર ઓફિસ ધરાવતા ઋષભ જ્વેલર્સ ના 3 માણસો કંપની ની કારમાં સોના-ચાંદી તથા ડાયમંડના દાગીના સાથે ડીસા થી પાલનપુર તરફ આવી રહ્યા હતા
ત્યારે ચરોતર બ્રિજ નજીક કાર કેમ ઠોકી છે તેમ કહી વેપારીને માણસોની કાર રોકાવી બુકાનીધારી લોકો કારમાં ઘૂસી ગયા
ત્યારબાદ અંદાજિત રૂપિયા 6 કરોડનો માલ મુદ્દા માલ લુંટી લૂંટારૂઓ થયા ફરાર
ગાડી આંતરી વેપારીનું અપરણ કરી વેપારીને ડીસાના સમૌ ગામ પાસે ફેંકી લૂંટારૃઓ ફરાર થયાં હતા.
ઋષભ જ્વેલર્સ ના સ્ટાફ માં ત્રણ માણસોમાં એક થરા નો વ્યક્તિ, એક અમરેલીનો અને એક પાટણનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું.
જ્યારે લુટારૂઓ ચાર થી પાંચ લોકો બુકાનીધારી હતા.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત બનાસકાંઠા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પોલીસે વેપારીની પૂછપરછ હાથ ધરી છે.
પરંતુ લૂંટારોઓને શોધવાની જગ્યાએ પોલીસ લૂંટની હદ નક્કી કરવામા ગૂંચવાઇ! લૂંટ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હદમાં થઈ કે ગઢ પોલીસ સ્ટેશનમાં થઈ તેને લઈને પોલીસ ગૂંચવાઈ
ઘટનાને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, પોલીસ અધિક્ષક આદી ઘટના સ્થળે દોડી ગયા.
બનાસકાંઠા પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
ડીસા પાલનપુર હાઈવે પર લૂંટની ઘટનાના પગલે પોલીસે વાહનચેકીંગ હાથ ધરાયું..
ઉતર પોલીસે હાઈવે પર વાહનચેકીંગ હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવ્યું ..
http://www.shantishram.com/news/19946/05/09/2023/
જિલ્લા પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી.
પોલીસે અત્યારે તો સોના ચાંદીના દાગીના લઈ ડીસા થી નીકળેલા રૂષભ જ્વેલર્સના ત્રણે કર્મીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.
જોકે પોલીસ તપાસ બાદ જ આ લૂંટ કોને અને કેવી રીતે કરી તે સામે આવશે અથવા તો ખુદ કર્મચારીઓ જ આ લૂંટમાં સામેલ છે કે કેમ તે પણ બહાર આવશે.
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf
Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews
Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagramhttps://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat