અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
આણંદ જિલ્લાની અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ મળી છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે.
આ સમાચાર મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આણંદની અમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 800 થી વધારી 820 આપવામાં આવશે.
આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકડાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.
આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં લઈ અમુલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
અમુલ ડેરી તરફથી લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને વધુ આર્થિક મદદ મળી રહેશે.
Amul Dairy in Anand district has received a post-Ramanavami gift for the cattle farmers. The price of milk purchased from cattle farmers has been increased.
Due to this decision, more than 7 lakh cattle farmers of Anand, Kheda and Mahisagar districts will benefit from Amul Dairy.
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://youtube.com/channel/UCJiM51UQ…
Shantishram News, Gujarat