દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે નરસંગ ટેકરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે દારૂ સંબંધી દરોડો પાડી એક શખ્સના મકાનમાંથી પાંચ બોટલ દારૂ કબજે કર્યો છે. આ પ્રકરણમાં વધુ બે શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે બંનેને જાહેર કર્યા છે. જ્યારે પકડાયેલા શખ્સ ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે દારૂ જુગારની પ્રવૃત્તિ પર લગામ કશી છે અને ઠેર ઠેર દરોડા પાડી આ સામાજિક પ્રવૃત્તિને ડામવા પ્રયાસો હાથ ધર્યા છે ગઈકાલે દ્વારકા પોલીસના સ્ટાફે નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડયો હતો આ દરોડા દરમિયાન મુરુભા બુધાભા સોમણીયા નામના શખ્સના ઘરની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી દરમિયાન પોલીસને મકાન અંદરથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગલિશ દારૂની કુલ પાંચ બોટલ મળી આવી હતી. રૂપિયા 2000 ની કિંમત નો પાંચ બોટલ દારૂનો જથ્થો કબજે કરી પોલીસે મુરુભા સુમણીયા ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો નરસંગ ટેકરી વિસ્તારમાં જ રહેતા ફૂલવાડી ચોક ખાતે મકાન ધરાવતા બાબાભાઈ ઉર્ફે જીગો બુધાભા સોમણીયા અને દ્વારકા તાલુકાના રામાસર ગામે રહેતા ડુંગરભા ઉર્ફે બાડો માણેક સ્થળ પર હાજર નહીં મળેલા આ બંને શખ્સોને પોલીસે ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- NCP અજિત પવાર જૂથને મોટો ફટકો, દિગ્ગજ નેતાના ભત્રીજાએ આપ્યું રાજીનામું
- અમદાવાદ નગરપાલિકાની એક મોટી પહેલ, રખડતા અને પાળેલા કૂતરાઓને ઓળખવા માટે RFID ચિપ ઇન્સ્ટોલ કરશે
- મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જાહેર કરી ત્રીજી યાદી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
- મહારાષ્ટ્ર NDAમાં તિરાડ, સીટ વહેંચણીથી નારાજ અજિત પવાર
- દિલ્હી-ગુરુગ્રામમાં ટ્રાફિક જામ નહીં થાય, ગડકરીએ કરોડોના પ્રોજેક્ટને મંજૂરી આપી
- રોકાણ કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો થઈ શકે છે નુકસાન
- 4.4 કિલો સોનું, 5.63 કરોડનું ઘર, જાણો પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં શું કર્યો ખુલાસો?
- રાજસ્થાન પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી યાદી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?