સ્વિમિંગ શરીર માટે એક બેસ્ટ એક્સેસાઇઝ છે. સ્વિમિંગ કરવાથી તમારા બોડીના અનેક પાર્ટમાં પૂરતી એક્સેસાઇઝ મળી રહે છે. એક્સપર્ટ અનુસાર જો તમે દિવસમાં અડધો કલાક સ્વિમિંગ કરો છો તો તમારા હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, જો તમને પણ સ્વિમિંગ આવડે છે તો તમારા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. આ માટે દરેક વ્યક્તિએ લાઇફમાં સ્વિમિંગને પોતાનો એક પાર્ટ બનાવવો જોઇએ અને રોજ અડધો કલાકથી વધારે સ્વિમિંગ કરવું જોઇએ. તો જાણો તમે પણ રોજ સ્વિમિંગ કરવાથી થતા આ ફાયદાઓ વિશે..
- તમે તમારા ફિગરને એક શેપમાં લાવવા ઇચ્છો છો તો સ્વિમિંગ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. સ્વિમિંગ કરવાથી તમારું ફિગર શેપમાં આવે છે.
- પ્રેગનન્સી પછી તમારું પેટ બહાર આવ્યુ છે તો તમારા માટે આ એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે. સ્વિમિંગ કરવાથી તમારી બોડી ફ્લેક્સીબલ થાય છે, જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.
- બાળકોને તમે સ્વિમિંગ શીખવાડો છો તો તમારા બાળકના હાડકાં મજબૂત થાય છે. સ્વિમિંગ કરવાથી મસલ્સ પણ સ્ટ્રોંગ બને છે. આ માટે દરેકે પેરેન્ટ્સે પોતાના બાળકને સ્વિમિંગ શીખવાડવું જોઇએ.
- હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ટળી જાય છે. જો તમે રોજ સ્વિમિંગ કરો છો તો હાર્ટને લગતી અનેક બીમારીઓથી તમે બચી શકો છો. સ્વિમિંગ કરવાથી ફેફસાંને એક્સેસાઇઝ મળે છે જેના કારણે એને લગતી તકલીફો ઓછી થાય છે.
- જો તમે વજન ઉતારવા ઇચ્છો છો તો સ્વિમિંગ તમારા માટે બેસ્ટ છે. સ્વિમિંગ કરવાથી તમારું વજન ઉતરવા લાગે છે અને તમારું બોડી પ્રોપર શેપમાં આવે છે.
- તમને ઢીંચણનો દુખાવો થાય છે તો તમારે સ્વિમિંગ કરવું જોઇએ. જો તમે સતત ત્રણ મહિના સુધી સ્વિમિંગ કરો છો તો તમારા ઢીંચણમાં દુખાવો ઓછો થવા લાગે છે અને તમે રિલેક્સ રહો છો. સ્વિમિંગ કરવાથી તમારું વજન ઓછુ થાય છે જેના કારણે ઢીંચણ પર ભાર ઓછો પડે છે.