ચોમાસામાં માખી, મચ્છર અને ઈતરડીનો ઉપદ્રવ વધતા પશુઓમાં લમ્પી સ્કીઝ ડિસિઝે દસ્તક દીધી છે. ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસનો પગપસેરો થતાં પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે અને લમ્પી વાયરસના ખાતરાને ઘ્યાનમાં રાખી પશુઓમાં રસીકરણ ઝુંબેશ આદરી દીધી છે. ગારિયાધાર અને ઉમરાળા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસનો ફેલાવો સામે આવ્યો હતો. જેના કારણે જિલ્લા પશુપાલન વિભાગે આ રોગને જિલ્લામાં પ્રસતો અટકાવવા માટે છેલ્લા અઠવાડિયાથી રસીકરણ ઝુંબેશ આદરી દીધી છે. આ માટે ૧૯૬૨ ની સેવા પણ જ્યારે ફોન કરવામાં આવે કે તુરંત હાજર હોય છે. લમ્પી રોગ પર તાત્કાલિક નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરો અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના નિરોગી પશુઓમાં રસીકરણ કરવા, જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ, દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાઓને અગ્રિમતાના ધોરણે આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. પશુઓને ઝડપી રસીકરણ માટે વધુ બે લાખ નવા ડોઝની પણ સરકાર દ્વારા ખરોદી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ રોગને ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે. આ રોગમાં પશુઓને સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરોર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. સામાન્ય રોતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી સંગ છે જે અસર કરતાતરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ