બિનસચિવાલય પરીક્ષા જે રદ થઈ હતી જેમાં ગેરરીતી થયાનો વીડિયો વાયરલ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યકર વૈભવ જોષીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ઉમેદવાર પાસે 50-50 હજાર લીધાની વાત કરી રહ્યા છે. 18 લાખ રુ. ઉઘરાવ્યાની કબૂલાત પણ વાયરલ વીડિયોમાં જોવા મળી હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ ફોડવા માટે 2 લાખ રુપિયા આપ્યાનો દાવો વીડિયોમાં સામે આવ્યો છે. મનપા અધિકરારીને 1.5 લાખ આપ્યાની વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે.
પેપર તપાસનાર ને પણ પૈસા આપ્યાનો વીડિયોમાં તેમણે વાત કરી છે પરંતુ સાથે એ પણ કહ્યું છે કે, આ બધુ કર્યા છતાં પરીક્ષા રદ થઈ છે. આમ આ વાયરલ વીડિયોથી ચકચારી મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર 7 જેટલા શિક્ષકોને પેપર સોલ્વ કરવા માટે બાજૂમાં બેસાડ્યા હતા. 5થી 6 લાખ મેં ચૂકવી દીધા હતા મને મળ્યું કંઈ નહીં અને 5થી 6 લાખ રુપિયા દેવાના ચૂકવ્યા હતા. તેમ તેઓ વીડિયોમાં જણાવી રહ્યા છે.
18 લાખ રુપિયાની રકમની માંગણી કરી હોવાની વિગતો સામે આવી હતી. જે શાળાએ પરીક્ષા હતી તેમાં 7 શિક્ષકોને પેપર સોલ્વ કરવા માટે રાખવામાં આવ્યા હતા. 1 સવાલના સોલ્યુશન માટે 5,000 રુપિયા શિક્ષકને આપવાના હતા. 50 સવાલોના જવાબામાં 2.5 લાખ આપવાના હતા. આમ આ પ્રકારની વિગતો સામે આવી છે.
10 ફેબ્રુ 2022મના રોજ પરીક્ષા રદ થઈ હતી. તળાજામાં શાળા હતી તેમાં બેસવાના હતા તેમની પાસેથી પૈસા લીધા હોવાની વિગતો મળી રહી છે. 35થી36 લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. તે પ્રકારની વિગતો પણ સામે આવી હતી. ભાવનગરના જિલ્લા ભાજપ કાર્યકર સ્કૂલ ચલાવે છે અને આ પ્રકારે વીડિયોમાં તેમણે આ વિગતો જણાવી હતી. જેમાં ગેરરીતી એ સમયે બિનસચિવાલય પરીક્ષામાં થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો