ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ વરસાદી વાતાવરણ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યુ છે. અત્યાર સુધીમાં 40થી વધુ તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. 24 કલાકમાં આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે જુદા-જુદા રાજ્યના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ જોવા મળ્યો હતો. 2 ઈંચ જેટલો વરસાદ ડેડિયાપાડા, ગીરસોમનાથ, સૂત્રાપાડા સહીતના વિસ્તારોની અંદર વરસ્યો છે. રાત્રે 30 જેટલા તાલુકામાં તો આજે સવારે 10 જેટલા તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.પાકિસ્તાનની અંદર સર્જાયેલા લો પ્રેશરના કારણે ગઈકાલ રાતથી વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આ પંચ દિવસ દરમિયાન અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઉ.ગુ.માં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતી કાલે જામનગર, રાજકોટ, બોટાદ તેમજ અમદાવાદ, ખેડામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.