છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લેતા ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. 6 ડીગ્રી જેટલી ગરમી વધી છે. અગાઉ વરસાદી માહોલના કારણે ઠંડકભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ખાસ કરીને મહત્તમ તાપમાન ત્રણ દિવસનું જોવા જઈએ તો સામાન્ય કરતા 1.1 ડીગ્રી મંગળવારે વધ્યું હતું ત્યાર બાદ બુધવારથી આ તાપમાનમાં થોડો વધુ વધારો જોવા મળ્યો હતો. જેમાં 2 ડીગ્રી તાપમાન વધ્યું હતું અને મહત્તમ તાપમાન 34 ડીગ્રીથી વધુ જોવા મળ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડીગ્રી આસપાસ જોવા મળ્યું છે. ત્યારે આજે પણ ગરમી થોડી જોવા મળી રહી છે.
ત્યારે ફરીથી એકવાર ગરમીથી રાહત જોવા મળી શકે છે કેમ કે, આવતી કાલથી વરસાદ અમદાવાદમાં પડે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદમાં પાકિસ્તાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે શનિવાર અને રવિવારના રોજ વરસાદ વરસી શકે છે. આગામી 22થી 25 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અત્યાર સુધી અમદાવાદમાં સિઝનનો 19 ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વરસાદ આગામી સમયમાં પડી શકે છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો