રાજકોટના રહેવાસી દંપતી પર ૪ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી ધોકા તરવાર વડે હુમલો કર્યો. લોહીલુહાણ થઈ જતાં દંપતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મળતી વિગત મુજબ રૈયાધારનાં રહેવાસી રાજેશ ભોરાણીયા તેની પત્ની રેખા સાથે દવાખાને જઈ રહયા હતા ત્યારે ૪ શખ્સોએ તેમના પર હુમલો કર્યો. બે દિવસ પહેલા રાજેશના ભાઈ લાલા સાથે થયેલ માથાકુટનો ખાર રાખી હિંચકારો હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. બનાવની જાણ થતાં યુનિ. પોલીસ દોડી ગઈ હતી બનાવ અંગેની વધુ વિગત અનુસાર ઈન્દિરા નગ૨ મફતીયાપરામાં રહેતા રાજેશભાઈ બિજલભાઈ ભોણીયા (ઉ.વ.૪૨) અને તેમની પત્ની રેખાબેન આજ બપોરે પોતાની બાઈકમાં સવા૨ થઈ દવાખાનાના કામે જઈ રહયા હતા ત્યારે ઘસી આવેલા પિયુષ, લાલો, ધમો, સુરથારી અને અન્ય અજાણ્યા શખ્સોએ ઝગડો કરી ધોકા અને તલવારથી હુમલો ક૨તા દંપતિને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને માણસો એકઠા થઈ જતા તાત્કાલીક સા૨વા૨માં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગેની જાણ થતાં યુનિ. પોલીસ સીવીલે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન લઈ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં માહીતી અનુસાર ઈજાગ્રસ્ત રાજેશના નાના ભાઈ લાલા સાથે હુમલાખોર પિયુષને રૈયાધારમાં આવેલ મચ્છીની દુકાને કોઈકા૨ણોસ૨ ઝગડો થયો હતો અને પિયુો લાલાને ધોકાથી ફટકાર્યો હતો. જે મામલે રાજેશએ મધ્યસ્થી કરી હતી જેનો ખાર રાખી હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ છે.
Trending
- ઝારખંડમાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ કાર્યકારી અધ્યક્ષ માનસ સિંહા ભાજપમાં જોડાયા
- શિંદે સેના અને કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જાણો કોને મળી ક્યાંથી ટિકિટ?
- CM મોહન યાદવની મોટી જાહેરાત! મધ્યપ્રદેશના દૂધ ઉત્પાદક ખેડૂતોને દિવાળી પર વિશેષ ભેટ
- CM યોગીના નિવેદન પર શિવપાલ યાદવે શું કહ્યું? યુપીમાં પેટાચૂંટણી પહેલા બોલચાલ
- સલમાન ખાન બાદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી, જેલમાં બંધ ગેંગસ્ટરના ગુનેગારે આપી ધમકી
- તિરુપતિના ઈસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-મંદિર પ્રશાસનમાં ખળભળાટ
- અત્યાર સુધીની વર્ષની શ્રેષ્ઠ હોરર ફિલ્મો, દરેક વાર્તા રોમાંચ અને સસ્પેન્સથી ભરેલી
- ટેસ્ટ સિરીઝ બાદ ગૌતમ ગંભીરે લીધી રજા, દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બદલ્યા કોચ