ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા અનરાધાર વરસાદના પગલે અરવલ્લીની ગિરિમારાઓમાં વિવિધ ઝરણાઓ તેમજ ધોધ વહેવાની શરૂઆત થઈ છે ત્યારે ઈડર નજીકના ડુંગરોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેના પગલે મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટ જેવા નયન રમ્ય દ્રશ્ય હવે ઈડરમાં પણ જોવા મળે છે. સાબરકાંઠા નું ઈડર આમ તો હોટેસ્ટ સીટી તરીકે જાણીતું છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક કક્ષાએ થઈ રહેલા વરસાદના પગલે અરવલ્લીની ગીરીકંદરાઓમાં વિવિધ ઝરણા તેમજ ધોધ વહવાની શરૂઆત થઈ છે જોકે ઈડર ગઢ નજીક આવેલાં પહાડો ઉપરથી વહેતા આ ધોધ નો પ્રવાહ તેમજ દ્રશ્ય એવા તો મનમોહક છે કે કોઈપણ વ્યક્તિને ઘડીભર થંભાવી દે છે ત્યારે સતત વરસાદના પગલે વહી રહેલા આ ઝરણા તેમજ સ્થાનિક કક્ષાએ ખૂબ મહત્વના બની રહ્યા છે સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ઈડરના વિવિધ પૌરાણિક સ્થળો સહિત ઈડર ગઢ મામલે ટ્રેકિંગ કરનારા લોકો માટે પણ આ સ્થળ ખૂબ મહત્વનું બની રહ્યું છે જોકે આજની ભાગદોડ ભરી જિંદગીમાં માનસિક તાણ દૂર કરવા માટે મેડીટેશન એકમાત્ર ઉકેલ છે ત્યારે ઈડર નજીક વહી રહેલો આ ધોધ તેમજ ઝરણાઓનો પ્રવાહ દરેક વ્યક્તિ માટે કુદરતની ગોદમાં બેસવા સમાન બની રહ્યો છે જોકે હજુ કેટલા એ લોકો આ સ્થાન થી અજાણ છે ત્યારે હાલના તબક્કે ઈડર નજીક વહેતા આ ઝરણા તેમજ ધોધ ને એક વાર જોઈ લે તો નિયમિત રુપે તેની મુલાકાત કરતો થઈ જાય તે નક્કી બાબત છે.
Trending
- આજનું પંચાંગ 28 ઓક્ટોબર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ પાંચ રાશિના લોકોને ઈચ્છિત સફળતા મળશે, વાંચો તમારું રાશિફળ
- આ જ્વેલરી એથનિક આઉટફિટ્સ સાથે ખૂબ સરસ લાગશે, આ દિવાળીમાં તેને પહેરીને જાદુ ફેલાવો.
- આ વખતે ધનતેરસ પર કરો 10 સરળ નુસખા અને ઉપાય, તમને ઈચ્છિત પરિણામ મળશે
- હોન્ડાની આ બાઇક લક્ઝરી કારને ટક્કર આપે છે, કિંમત ટોયોટા ફોર્ચ્યુનર કરતાં પણ વધુ
- ટ્રેનોમાં લાલ અને વાદળી કોચનો અર્થ શું છે? 99 ટકા લોકોને નહીં ખબર હોય
- ધનતેરસ પર કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ? જાણો અહીં ધન્વંતરિ પૂજાનો સમય
- મુકેશ અંબાણીની દિવાળી ઓફર! હવે 4G ફોન 700 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે, જાણો ઓફરની વિગતો