પોરબંદરમાં લોહાણા સમાજના યુવા પ્રમુખ અને સેક્રેટરી સહિત તેમની જ્ઞાતિ પ્રેમ , આવડત અને આગવી સૂઝબૂઝથી અને દાતાઓના સયોગથી તાજાવાલા લોહાણા મહાજનવાડીને અતિ આધુનિક સુવિધા સાથે શ્રી પોરબંદર લોહાણા મહાજન તાાવાલા શ્રી મોહનભાઇ કોટેચા વાડીનું નવ નિર્માણ કર્યુ તેને ૧૬૦૦ દિવસ થયા છે તેમાં એક પણ દિવસ ભાડા વગર કોઇને ઉપયોગ કરવા દેવામાં આવ્યો નથી અને યુવાનોની ટીમ દ્વારા અસંખ્ય સેવા પ્રવૃત્તિઓ સમાજ માટે ચધાવત રીતે ચાલી રહેલી છે જેને વધુ વેગવંતી બનાવવા માટે પણ અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે . પોરબંદરમાં રઘુવંશી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં રહેલો છે . દરેક જ્ઞાતિ સમાજ પોતાની સંસ્થામાં સમાજલક્ષી કાર્યો કરતાં જ હોય છે અને જ્ઞાતિના હિત માટે કામ કરવા માટે જ સમાજરચના અનુસાર આવી સંસ્થાઓ રચાતી હોય છે . શ્રી પોરબંદર લોહાણા મહાજનમાં ઘણા વર્ષો સુધી સેવા આપનાર પ્રમુખ વજુભાઇ કારીયા ( વજુકાકા ) ની નાદુરસ્ત તબિયત બાદ આ સંસ્થાનું સુકાન યુવાટીમ હસ્તક સોંપવામાં આવ્યું . જેમાં પ્રમુખ તરીકે સંજયભાઇ કારીયા , માનદમંત્રી તરીકે રાજુભાઈ લાખાણી ઉપરાંત યુવા ટ્રસ્ટીઓ વિજયભાઇ મજીઠીયા , ચેતનભાઇ લાખાણી , ભાવિનભાઇ કારીયા એ સંસ્થાની પ્રવૃત્તિઓને વેગ અપાવ્યો , જેમાં સીનીયર ટ્રસ્ટીઓ અનિલભાઇ કારીયા , નાથુભાઇ ઠકરાર , હસુભાઇ બુધ્ધદેવ , જલેશભાઇ લાખાણી , સુરેશભાઇ કોટેચા , લલીતભાઇ સામાણી અને ભરતભાઇ પોપટનો સહયોગ મળ્યો રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને મદદ કેમ કરી શકાય ? તેવા વિચારી પોરબંદર લોહાણા મહાજનની તાજવાલા મહાજન વાડી’ના નવીનીકરણનો પ્રોજેક્ટ ના અરસામાં ધરવામાં આવ્યો , સંસ્થા આવું કોઇ માતબર ફંડ તો હતું નહીં , પરંતુ જલારામબાપા અને રઘુવંશી પર શ્રધ્ધા રાખી વાડીનું કાર્ય શરુ કરવામાં આવ્યું , નોટબંધી જેવા હાથ મેઇન્ટેનન્સ ખર્ચ અનામત રાખી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ લોન આપવી તેવું ટ્રસ્ટીઓએ વિચાર્યું હતું , પરંતુ વાડીમાં થયેલ ખર્ચ અને આવેલ અનુદાન વચ્ચે મોટો ગેપ હોય પ્રથમ વર્ષની સંપૂર્ણ આવકખર્ચના બાકી ચુકવણામાં ઉપયોગ લઇ , ત્યાં ૨૦૨૦-૨૧ના ગાળામાં કોવીડના કારણે વાડી ઉપયોગ લગભગ બંધ રહ્યા , છતાં સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ રોકવામાં આવી , સ્ટાફના ફીકસ પગાર ખર્ચ , પોરબંદર લોહાણા મહાજન સંચાલિત સાર્વજનિક રાહત દવાખાના ખર્ચ , જ્ઞાતિના ૨૫૦ જેટલા પરિવારોને માસિક અનાજનો ખર્ચ આ બધું ચાલતું રહ્યું . મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા આમ તો ક્યારેય લાઇમલાઇટમાં રહેતા નથી . કોઇ ફંકશનમાં સ્ટેજની શોભા વધારતા નથી , ફોટોગ્રાફી કરાવતા નથી , સંસ્થાના ભોગે વ્યક્તિગત સંબંધો ડેવલપ કરતા નથી , પરંતુ સંસ્થાનું હિત એ એકમાત્ર તેમનું લક્ષ્ય રહ્યું છે અને પરિણામે આ વાડીના લોકાર્પણથી આજ સુધી આશરે ૧૬૦૦ દિવસમાં એક પણ દિવસ આ વાડીનો ભાડા વગર ઉપયોગ કરવા કોઇપણને આપવામાં આવી નથી . સંસ્થાના સભ્યો કે ટ્રસ્ટીઓ હોય કે સંસ્થાની અંતર્ગત પેટા સંસ્થાઓ હોય આ વાડી માત્ર વિદ્યાર્થીના લાભાર્થે હોય ભાડા વગર આપી નહીં જ શકાય તેવો અભિગમ રહ્યો , એટલું જ નહીં આજસુધી કયારેય કોઇપણ પક્ષના રાજકીય હેતુઓ માટે અગર સરકારી વિભાગ માટે પણ ભાડા વગર આ વાડીનો ઉપયોગ થયો નથી તેની સામે કુદરતી આફતો વખતે જ્ઞાતિ – જાતિના ભેદભાવ વિના સરકારની સાથે ઉભા રહીને જરૂરિયાત મુજબ મહાજનની મુખ્ય મોટી વાડીના દરવાજા ખોલી આપી સામાજિક જવાબદારી નીભાવી છે તેઓની ભોજન સહિત સુવિધાઓ પણ કરી છે , કોવિડ સમયે અનેક દિવસો સુધી રસીકરણ માટે આ જગ્યાઓનો સાર્વજનિક ઉપયોગ થાય છે , મેડિકલ કેમ્પો યોજાય છે . આ સમગ્ર સેવાકાર્યો બદલ પોરબંદર લોહાણા મહાજન ટીમ તેમ લોહાણા શ્રેષ્ઠીઓએ લોહાણા આવી પ્રતિકૂળ સંજોગો પોપટ ) આવવા છતા મદદનો હાથ અને સાય મળતો રહ્યો અને સૌરાષ્ટ્રભરમાં કયાંય ન હોય તેવી અતિ આધુનિક મોહનભાઇ કોટેચા – તાજાવાલા લોહાણા મહાજનવાડીનું ૨૦૧૮ માં લોકાર્પણ થયું . અભિનંદનના અધિકારી છે જણાવી પોરબંદરના આ વાડી સંપૂર્ણ પ્રોફેશનલ રોલીથી ચલાવવી અને તેમાંથી થતી આવકમાંથી મહાજનની ટીમને તેમની આ કામગીરી બદલ બિરદાવી છે .
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો