પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો નો ઘસારો થયો છે . પરંતુ કોવીશિલ્ડ વેકસીનનો જથ્થો ખાલી થઇ જતા અનેક લોકો રસી લીધા વગર પરત ફર્યા હતા . આજે મંગળવારે તેનો જથ્થો આવે તેવી શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે . પોરબંદર માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા .15 જુલાઇથી 75 દિવસ માટે 18 થી 59 વર્ષની વય ધરાવતા નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે . પ્રીકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવતો હોવાથી મોટી સંખ્યા માં લોકો વેક્સીન લઇ રહ્યા છે . જીલ્લા માં કુલ 437746 લોકો એ વેક્સીન ના બન્ને ડોઝ લઈ લીધા છે . જેમાંથી અત્યાર સુધીમાં કુલ 53735 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે . જ્યારે છેલ્લા ત્રણ દિવસ માં 18 થી 59 વર્ષની વય ધરાવતા 4850 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે . જો કે કોવીશિલ્ડ વેકશીનનો જથ્થો ખાલી થયો છે . જેથી તેનો પ્રીકોશન ડોઝ લેવા આવનાર વેક્સીન લીધા વગર પરત ફરી કર્યા હતા . આરોગ્ય વિભાગના વર્તુળો એ આપેલ માહિતી મુજબ આજે સોમવારે 22 સ્થળે વેક્સીન આપવાની કામગીરી કરાઇ હતી . પરંતુ માત્ર માધવપુરના આરોગ્ય કેન્દ્ર માં અને વંદે ગુજરાત રથયાત્રા માં કોવીશિલ્ડ વેકસીનના ૧૦૦-૧૦૦ ડોઝ છે . બાકીના કેન્દ્ર ખાતે કોવી શિલ્ડ નથી . આજે મંગળવારે કોવીશિલ્ડ ની ફાળવણી થાય તેવી શક્યતા છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ