દાહોદના મંગલમહુડી નજીક બનેલી ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વે તંત્ર દ્રારા 36 કલાકના સમય બાદ ટ્રેનોનો આવાગામણ ફરી ધમધમતો કરાયો
દાહોદના મંગલમહુડી નજીક બનેલી ટ્રેન દુર્ઘટનામાં રેલ્વેને લાખો કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે ત્યારે મુંબઈ અને દિલ્હી તરફ જવાનો મુખ્ય રેલ માર્ગ દુર્ઘટનાને લઈને બંધ થવા પામ્યો હતો ત્યારે 800 જેટલાં રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓની દિવસ રાતની તનતોડ મહેનત બાદ મુંબઈ અને દિલ્હી વચ્ચે અપ અને ડાઉન લાઈનનો વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો જોકે આ ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ્વેના કરોડોના નુકશાનની સાથો સાથ રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે દિલ્હી મુંબઈ તરફ જવાવાળી કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરાઈ હતી તો કેટલીક ટ્રેનોને રદ કરવાની રેલ્વે દ્રારા ફરજ પડી હતી ત્યારે આજે સવારથીજ દિલ્હી તરફ જવાનો મુખ્ય રેલ્વે ડાઉન ના માર્ગને રેલ્વે દ્રારા શરૂ કરવામાં આવ્યો હતો અને મુંબઈ તરફ જનારો અપ લાઈનને પણ રેલ્વે દ્રારા ટૂંકજ સમયમાં શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર રેલ્વે દુર્ઘટનાની કામગીરીમાં રતલામ મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તા તેમજ જીઆરએમ ની સ્થળ દેખરેખની નજર હેઠળ યુદ્ધના ધોરણે રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઓપરેશનને પાર પાડ્યું હતું અને રાબેતા મુજબ ફરીથી મુંબઈ દિલ્હી વચ્ચેનો અપ અને ડાઉન રેલ્વે લાઈનને ધમધમતી કરાઈ હતી ત્યારે રેલ્વે દ્રારા આ દુર્ઘટનાનું તારણ કાઢવા માટે એક ટીમની નિમણુંક કરવામાં આવી છે અને દાહોદના મંગલમહુડી નજીક બનેલા ટ્રેન દુર્ઘટના કેવી રીતે અને કેમ સર્જાઈ તેની રેલ્વેની ટીમ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી પણ આ ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી તેવું રેલ્વે મંડળના ડીઆરએમ વિનીત ગુપ્તા દ્રારા જણાવવામાં આવ્યું હતું