મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી દેવાભાઇ જોરૂભાઇ માથાસુરીયા રંગપર ગામની સીમ મહાદેવ હોટલ પાસે જાહેરમાં પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ.૧૬૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.
બીજા કિસ્સામાં માળીયામાં આરોપી જાવેદભાઇ ગુલામભાઇ જેડા જુના રેલ્વે સ્ટેશન રોડ વાડા વિસ્તાર પાસે પોતાના કબ્જામાંકેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૧૨ દેશી દારૂ લી.૦૩ કિ.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.
ત્રીજા કિસ્સામાં ટંકારામાં આરોપી રાહુલભાઇ જેન્તીભાઇ વિકાણી દ્વારકાધીશ સોસાયટી પાસે પોતાના કબજા મા એક કાપડની થેલીમા પ્લા.ની કૈફી પ્રવાહી ભરેલ કોથળીઓ નંગ-૨૦ દેશી દારુ આશરે લીટર ૦૪ કિ.રૂ. ૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાં મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી જગદીશભાઇ વલ્લભભાઇ વાઘેલા સી.ટી.સ્ટેશન રોડ અમરસિંહજી હાઈસ્કુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૪ કિં.રૂ.૮૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.
આ ૪ કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.