આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જોવા મળે છે. તે ઉપરાંત હવે ક્યુઆર કોડના વધતી ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને મોટા ભાગના સ્માર્ટફોનમાં પહેલાથી જ ક્યૂઆર કોડ એપ્લિકેશન આપવામાં આવે છે. જેવું તમે સ્કેન કરો છો તો તેના સંબંધિત દરેક જાણકારી અથવા તેની લિંક મોબાઇલ પર આવી જાય છે અને એ પ્રોડક્ટ્સ અંગેની દરેક માહિતી તમને પ્રાપ્ત થઇ જાય છે. કેન્દ્ર સરકારે તેને ધ્યાનમાં રાખીને લીગલ મેટ્રોલોજી (પેકેજમાં રાખેલી વસ્તુઓ સામાનો)ના નિયમ 2011માં ફેરફાર કર્યો છે.
QR કોડમાં દરેક જાણકારી ઉપલબ્ધ હશે
નવા નિયમ અનુસાર, હવે ટીવી, ફ્રિજ, ઓવન અને વીજળીથી સંચાલિત દરેક ઉપકરણોને લગતી જાણકારી તેના ડબ્બા પર એક સ્કેનની મદદથી જાણી શકાશે. આ પ્રોડક્ટ્ પર લાગેલા ક્યૂઆર કોડમાં પ્રોડક્ટ સંબંધિત દરેક જાણકારી ઉપલબ્ધ હશે. અત્યારે આ નિયમને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. તેનાથી ગ્રાહકોને પ્રોડક્ટ્સના નિર્માણથી લઇને તેના ઉપયોગ સુધીની જાણકારી મળી શકશે. તે ઉપરાંત નિર્માતા અને પેકરને પણ એક સાથે દરેક જાણકારી મળી જશે.
મંત્રાલય દ્વારા નોટિફિકેશન જારી
આપને જણાવી દઇએ કે મંત્રાલયનો હેતુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને વધુ સરળ બનાવવાનો છે. મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હવે ક્યૂઆર કોડની મદદથી ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની જાણકારી મળી શકશે.
લીગલ મેટ્રોલોજીમાં 1 વર્ષની છૂટ
નવા નિયમોને લઇને જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર ગ્રાહક મામલાનો વિભાગે લીગલ મેટ્રોલોજી માટે બીજુ સંશોધન કર્યું છે. તેમાં નિયમ 2022માં 1 વર્ષ સુધી તેમાં છૂટ આપવામાં આવી છે.
ક્યૂઆર કોડમાં શું હશે
ક્યૂઆર કોડની મદદથી તે પ્રોડક્ટને લગતી તમામ જાણકારી ડિજીટલ રીતે ખરીદદારને પ્રાપ્ત થઇ જશે. તેમાં મહત્વપૂર્ણ જાણકારીઓને પેકેજમાં લેબલ પર સારી રીતે ડિસ્પ્લે કરવામાં આવશે. અન્ય જાણકારી ક્યૂઆર કોડથી ગ્રાહકોને પૂરી પડાશે. તેમાં માત્ર ટેલિફોન નંબર અને ઇ-મેઇલને અલગ રાખવામાં આવ્યું છે.