આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવા માટે આવેલા કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા જુદા-જુદા મંતવ્યો આપવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતાઓમાંથી કેટલાક આકરી ભાષામાં પણ તેમની પ્રતિક્રીયા આપી હતી. ખાસ કરીને ક્રોસ વોટીંગ થવાની વાતને લઈને કોંગ્રેસ નેતાઓ ભડકી ઉઠ્યા હતા. જો કે, આજે કાંધલ જાડેજા એનસીપી નેતાએ એનડીએ પક્ષમાં વોટીંગ કર્યું હતું. જેથી ક્રોસ વોટીંગને લઈને બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સામ સામે પોતાના મંતવ્યો આપ્યા હતા.
કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, 24 કલાક પહેલા ભાજપના ટોચના નેતાઓને ખબર ના હોય કે મુખ્યમંત્રી સહીત તમામ બદલાઈ જવાના છે અને એજ લોકો કહેતા હોય કે ક્રોસ વોટીંગ થવાનું છે. આ વિચારો એમને મુબારક છે. તેમ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું. તો કોંગ્રેસ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ગુલામીમાંથી આઝાદી મળી અને કોંગ્રેસ સફળ થઈ અને આજે પણ સર્વોચ્ચ પદની ચૂંટણી લડનાર કઈ જાત નાતના એ મહત્વનું નથી. કઈ વિચારધારાનું સમર્થન કરે છે એ મહત્વનું. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે કહ્યું હતું કે, લોકશાહીની બચાવવાની એ ખૂબ મહત્વનું છે ,સુબ્રમણ્યમ સ્વામીએ આજે મહત્વની વાત કરી છે. આપણી પોતાની ફરજ છે દેશ બચાવવાની. ગુજરાતમાં પણ એવી જ પરિસ્થિતિ છે.
આજે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે 111 ભાજપના ધારાસભ્યો, કોંગ્રેસના 63, એનસીપી 1 બીટીપીના 2 એમ 178 ધારાસભ્યો મતદાનમાં જોડાઈ રહ્યા છે. જ્યારે રાજ્યસભા અને લોકસભાના ધારાસભયો દિલ્હી ખાતે મતદાન કર્યું હતું.