ચંડીગઢ ભારતનું એક મસ્ત શહેર છે. પંજાબ અને હરિયાણાની રાજધાની છે. ચંડીગઢમાં સુંદર ગાર્ડન, લેક અને ત્યાંની હરિયાળુ વાતાવરણ ટુરિસ્ટ્સના દિલ જીતી લે છે. અહિંયા ટુરિસ્ટની ભીડ જોવા મળે છે. આમ, જો તમે આ દિવસોમાં ચંડીગઢ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ત્યાંની આસપાસની આ જગ્યાઓ ફરવા માટે સૌથી બેસ્ટ છે. તમે એક વાર આ જગ્યાએ ફરવા જશો તો કુદરતના સાનિધ્યમાં ખોવાઇ જશો.
મોરની હિલ્સ
મોરની હિલ્સ હરિયાણાની પાસે આવેલું એક મસ્ત હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન ચંડીગઢથી માત્ર એક કલાકના અંતરે આવેલું છે. તમે આ જગ્યામાં જતાની સાથે જ ખુશ થઇ જશો અને તમને બીજીવાર ફરી જવાની ઇચ્છા થશે. આ જગ્યા પર તમને હરિયાળી, લેક અને ખૂબસુરત ચીડના ઝાડ માટે જાણીતું છે. ચંડીગઢની આસપાસ તમે પહાડો ફિલ કરવા ઇચ્છો છો તો આ જગ્યા તમારા માટે એકદમ બેસ્ટ છે.
પરવાણુ
આ જગ્યામાં પહોંચીને તમે હિમાલયની ખૂબસુરતીને મન ભરીને નિહાળી શકો છો. આ જગ્યા ચંડીગઢ બહુ દૂર નથી. તમે અહિં વિકેન્ડમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ જગ્યાએ તમને હરિયાળી વાતાવરણ જોવા મળશે. જો તમે અહિંયા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સનસેટ જરૂર નિહાળજો. અહિંયા સનસેટ જોવો એક લાહ્વો છે. અહિંયા અનેક ટુરિસ્ટ મન ભરીને એન્જોય કરે છે. અહિંયા તમે કેબલ રાઇડ્સની સાથે-સાથે લોકલ ફુડને પણ એન્જોય કરી શકો છો.
નાલાગઢ
નાલાગઢ હિમાચલ પ્રદેશના એન્ટ્રી ગેટ તરીકે જાણીતું છે. આ જગ્યા હરિયાળી અને શાંતિ માટે બહુ ફેમસ છે. અહિંયા પહોંચીને તમે શિવાલિક હિલ્સ જોવાની મજા લઇ શકો છો. જો તમે અહિંયા ફરવા જવાનો પ્લાન કરો છો તો નાલાગઢ ફોર્ટ પણ ફરી લો. અહિંયા જતાની સાથે જ તમે અનેક વસ્તુઓને એન્જોય કરી શકો છો. જો તમારી પાસે 3 થી 4 દિવસની રજાઓ છે તો તમે અહિં ફરવાનો પ્લાન કરી શકો છો. ચંડીગઢની આસપાસની આ જગ્યાઓ ફરવા માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યા એવી છે જ્યાં તમે ઓછા ખર્ચામાં ફરીને દરેક વસ્તુઓનું આનંદ લઇ શકો છો.