બેંકના જણાવ્યા અનુસાર 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર બેંક 3.50 ટકાના દરે વ્યાજ આપવાનું ચાલુ રાખશે, તો વળી 46 દિવસામં 179 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4 ટકાના વ્યાજદર છે. આ ઉપરાંત 180 દિવસથી 210 દિવસ સુધી મેચ્યોર થનારી ડિપોઝિટ પર એસબીઆઈ 4.25 ટકાના વ્યાજ દર આપવાનું ચાલુ રાખશે.
આવી જ રીતે 211 દિવસથઈ એક વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝિટ પર વ્યાજ દર 4.50 ટકા પર સ્થિર છે. તો વળી 1 વર્ષથી 2 વર્ષના ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર હવે 5.25 ટકા વ્યાજદર મળશે, જે પહેલા 4.75 ટકા વધારો હતો.
બેંક 2 વર્ષથી 3 વર્ષની ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.25 ટકા અને 3 વર્ષ તથા 10 વર્ષ સુધી મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.50 ટકાના દરથી વ્યાજ દર ચાલુ રાખશે.
આપને જણાવી દઈએ કે, બેંક ગત વખતે 14 જૂન 2022ના રોજ 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. એસબીઆઈ હવે 7 દિવસથી 10 વર્ષોમાં મેચ્યોર થનારી જમા પર 2.90 ટકાથી 5.50 ટકાના હિસાબે વ્યાજ આપશે.
IDBI બેંકના વ્યાજદર
2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આઈડીબીઆઈ બેંકે વ્યાજ દર વધારી દીધું છે. બેંકની વેબસાઈટ જણાવે છે કે, વધેલા વ્યાજ દર 14 જૂલાઈ 2022થી લાગૂ છે. બેંક 7 દિવસથી 30 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 2.70 ટકા વ્યાજદર આફશે, જ્યારે આઈડીબીઆઈ બેંક 31 દિવલથી 45 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 3.00 ટકાના વ્યાજદર આપશે.