છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં કડાકા બાદ હવે તેમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આજે લગભગ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીમાં સુધારો જોવા મળ્યો છે. ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 3.02 ટકાના ઉછાળા સાથે 927.47 અબજ ડોલર પર પહોંચ્યું છે. છેલ્લા 2 દિવસમાં 6 ટકાથી પણ વધુ વૃદ્વિ જોવા મળી છે.
કોઇનમાર્કેટકેપના આંકડાઓ અનુસાર આ લખાય છે ત્યાં સુધીમાં ઇથેરિયમમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ ઇથેરિયમની કિંમત છેલ્લા 24 કલાકમાં 8.10 ટકા વધીને 1,202.65 ડોલર પર પહોંચી છે. બિટકોઇનમાં 2.07 ટકાની તેજીની સાથે 20,638.79 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આજે બિટકોઇનનું પ્રભુત્વ 42.4 ટકા જ્યારે ઇથેરિયમનું પ્રભુત્વ 15.7 ટકા જોવા મળ્યું છે.
આ ક્રિપ્ટોકરન્સીમાં સૌથી વધુ ઉછાળો
Coinmarketcap અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે જેમાં ઉછાળો નોંધાયો છે તેમાં Neoteric, PAPPAY અને Cashera સામેલ છે. Neotericમાં માત્ર એક દિવસની અંદર 2014.23 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે જ્યારે માર્કેટ કિંમત $0.001958 સુધી પહોંચી છે.
અન્ય કરન્સીમાં ઉછાળો
બીજી સૌથી વધુ વધનારી કરન્સમાં PAPPAY, તે 566.69 ટકાના ઉછાળા સાથે 0.000001599 ડોલર પર પહોંચી છે. Cashera ત્રીજા નંબર પર છે. તેમાં 253.01 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેની માર્કેટ કિંમત અત્યારે 0.01256 છે. માર્કેટ કેપની દૃષ્ટિએ ટોપ 10 ક્રિપ્ટોકરન્સીની વાતરીએ તો તેમાં Quant (27.20%), CEEK VR (16.52%) और Aave (15.75%) સામેલ છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સીમાં સૌથી મોટી કરન્સી બિટકોઇન સહિતની કરન્સી લાલ નિશાન પર ટ્રેડ કરી રહી હતી. પરંતુ હવે તેમાં છેલ્લા 2 દિવસમાં મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેટ ના હોવા છતાં તેના કરોડો યૂઝર્સ છે. ભારતમાં પણ લોકોએ મોટા પાયે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે.