સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ ટુ છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહુવા અને તળાજા તાલુકો દરિયા કિનારે છે ત્યારે દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેવા સાથે આ ટીમે ગામની વિવિધ શેરીઓ અને મહોલ્લાઓમાં ફરીને કઈ રીતે રાહત બચાવની કામગીરી હાથ ધરી શકાય તે અંગેની વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, મહુવા ડે. દિપેશભાઈ, તળાજા ડે. મામલતદાર મોરીભાઇ ટીમની સાથે રહ્યાં હતાં . આમ મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત માટે ટિમ પહોશી હતી .
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો