ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે 18 થી 59 વર્ષ નાગરિકોને જેમને બીજો ડોઝ લઈ લીધો છે તેઓ માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. આ બુસ્ટર ડોઝ 15 જુલાઇથી આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસ સુધી ચાલશે. કુલ 3.50 કરોડની વધુ લાભાર્થી લોકોને આ કોરોના રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પાછળ સરકારને 700 કરોડનો ખર્ચ થશે તેની પણ જોગવાઇ કરવામા આવી છે. આજે ભારે વરસાદ અને કોરોનાની વકરતી સ્થિતિમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્ર સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું- ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીની સાફ-સફાઈ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. 156 નગરપાલિકામાં સફાઈ, પાણીના નિકાલ માટે ગ્રાન્ટ ફાળવી હોવાની માહીતી પણ આપી હતી.રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો