રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃત હાલતમાં મળી આવેલ ભ્રુણ અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે રાજકોટમાં વધુ એક વખત મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલમાંથી એક ભ્રુણ હોવાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ભ્રુણ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રુણ લગભગ 5 મહિના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે મળી આવેલ ભ્રુણ લગભગ પાંચેક માસનું હોવાનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
Trending
- એન.સી.સી.કેડેટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ અને સાયકલ રેલીનું આયોજન કરાયું
- હવે માત્ર 20 મિનિટમાં પહોંચાશે દિલ્હીથી લોની , NHAIએ બનાવ્યો નવો હાઈવે, જાણો ક્યારે શરૂ થશે?
- ‘સૈફઈ પરિવારમાં બધા કેમ નારાજ?’ ડેપ્યુટી CM બ્રિજેશ પાઠકે SPની હાર પર ઝાટકણી કાઢી
- મુકેશ અંબાણીના રિલાયન્સના શેર ટેકઓફ કરશે? બ્રોકરેજે જણાવ્યો ટાર્ગેટ ભાવ
- ભારત અને આસિયાન દેશો વચ્ચેનો વેપાર વધ્યો, 6 મહિનામાં આવ્યો 5 ગણો વધારો
- રાજસ્થાન પેટાચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું, ભજનલાલ શર્માનું ચૂંટણી સંચાલન કામમાં આવ્યું
- UPમાં કારમી હાર બાદ માયાવતીની મોટી જાહેરાત, કહ્યું- BSP પેટાચૂંટણી નહીં લડે
- UPની રાજકીય પીચમાં મોટો ફેરફાર! આ પાર્ટીએ માયાવતીનું ‘ટેન્શન’ વધાર્યું