દિવસ જાય એમ ફેશન બદલાતી જાય છે. હવે લગ્નમાં છોકરીઓને પાનેતર સિવાય પણ અનેક ઘણાં પહેરવાના ઓપ્શન મળી રહે છે. જો કે લગ્નમાં દરેક લોકો એવું જ ઇચ્છે કે હું બીજા કરતા કંઇક અલગ દેખાવું અને અલગ કરું. આમ, તમે લગ્નમાં લહેંગાની સિવાય પણ અનેક પ્રકારના આઉટફિટ્સ પહેરીને લોકોનું દિલ જીતી શકો છો. સાડી ગમે તેટલી મોંઘી હોય પણ જો એનો બ્લાઉઝ ડિઝાઇનર ના હોય તો તમારો લુક અધુરો લાગે છે. સાડીની સાથે-સાથે બ્લાઉઝ પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તો આજે અમે તમારી માટે કેટલાક આઇડિયા લઇને આવ્યા છીએ જે પરથી તમે બ્લાઉઝની ડિઝાઇન કરાવીને સાડીને હેવી લુક આપી શકો છો.
- તમે ગુગલ પરથી જોઇને કૃતિ સેનની જેમ ગોલ્ડન સાડીની સાથે શિમરી બ્લાઉઝ ટ્રાય કરી શકો છો. ગોલ્ડન એમ પણ કોઇ પણ ફંક્શન માટે તમને હટકે લુક આપે છે. આમ, તમે ફંક્શનમાં આ રીતનું બ્લાઉઝ ટ્રાય કરી શકો છો. આ એક યુનિક આઇડિયા છે.
- હાલમાં ઓફ શોલ્ડર ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. તમે લગ્નમાં કે કોઇ પણ ફંક્શનમાં ઓફ શોલ્ડર બ્લાઉઝ ટ્રાય કરી શકો છો. આ ઓફ શોલ્ડર બ્લાઉઝ તમને સેક્સી લુક આપે છે. ગ્રીન કલરના ઓફ શોલ્ડર બ્લાઉઝની સાથે તમે કોઇ પણ સાડીને મેંચિગ કરી શકો છો. ગ્રીન એવરગ્રીન કલર છે.
- જો તમને સ્લિવલેસ પહેરતા નથી તો તમે ફુલ સ્લીવ્સ બ્લાઉઝ પણ ટ્રાય કરી શકો છો. ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. હેવી લહેંગા અથવા સાડીની સાથે તમે રોયલ લુક આપવા લગ્નમાં ફુલ સ્લિવ્સનો બ્લાઉઝ ટ્રાય કરો.
- તમે રોયલ ટચ માટે લગ્નમાં ટ્રેડિશનલ બ્લાઉઝ પણ ટ્રાય કરી શકો છો. તમે ટ્રેડિશનલ કપડાની સાથેનો આ લુક પર બધાની નજર ટકી રહે છે.
- જીરો નેકલાઇન બ્લાઉઝ પણ તમે લગ્નમાં ટ્રાય કરી શકો છો. તમે રોયલ બ્લુ કલરનો જીરો નેકલાઇન બ્લાઉઝ લગ્નમાં પહેરો છો તો તમારો વટ પડી જાય છે.