વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકારનો વિદ્યાર્થીહિતલક્ષી નિર્ણય સ્થાનિક સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે : શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ લેવાયો નિર્ણય રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે. મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યું કે, વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુરૂપ સરકારી/ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટરશ્રી, મ્યુનિ.કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી અને સબંધિત જિલ્લા/શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા જિલ્લા/શહેરના તમામ વિસ્તાર માટે સબંધીતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા/પૂન: શરૂ કરવા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે.
Trending
- વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન ટિનિસવુડનું નિધન, 112 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
- રાષ્ટ્રપતિ માર્કોસને ધમકી આપવાનો મામલો વધ્યો, ઉપરાષ્ટ્રપતિ દુતેર્તેને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું
- રાષ્ટ્રપતિ પદક વિજેતા પોલીસ અધિકારીની ધરપકડ ગેરકાયદેસર, 2 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
- દિલ્હી-NCRમાં આવતીકાલથી હાઇબ્રિડ મોડમાં સ્કૂલો ખુલશે, નવા ક્રમમાં આ ફેરફારો
- નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને ₹138 કરોડથી વધુની આર્થિક સહાય
- રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા બનાસકાંઠા જિલ્લાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો .
- પ્રશાંત કિશોરનો નીતિશ કુમાર પર જોરદાર પ્રહાર, કહી આવી વાત
- PAN 2.0 પ્રોજેક્ટ શું છે, કોને અરજી કરવી જોઈએ? બધું જાણો