પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ખેડૂતોને લઈને સામે આવ્યુ છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો. તેમને કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં 75 વર્ષમાં દેશને ઘણા એવા લક્ષ્યો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમૃત મહોત્સવમાં આવનાર દિવસોમાં મોટો બદલાવ તેના કારણે આવશે. અમૃત કાર્ડ ની અંદર દેશની ગતિ પ્રગતિના પ્રયાસની ભાવના છે. જે વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી રહ્યા છે. વિશેષ રૂપે ગામમાં ગરીબ અને કિસાન માટે જે પણ કામો થાય છે તેનું નેતૃત્વ પણ દેશવાસીઓ ગ્રામ પંચાયતોને સોંપવામાં આવ્યું છે
પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ બહેનો એ આ વાતને પોતાના મનમાં ઉતારી છે અને આ કામને દિલથી લીધું છે. એનાથી બીજો કોઈ રૂડો અવસર જ ના હોઈ શકે તેમ વડાપ્રધાને કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે સુરતમાં દરેક ગ્રામ પંચાયતમાં 75 કિસાનો નક્કી કરવા માટે ગ્રામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિ બનાવવામાં આવી છે. ટીમો અને લીડરો બનાવવામાં આવ્યા છે. તાલુકા પર નોડલ ઓફિસરને જવાબદારી આપવામાં આવી છે. મને કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન લગાતાર સતત ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ઓછા સમયની અંદર 550 થી વધુ પંચાયતોમાં 40,000 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તેમ પીએમ એ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહિનાની અંદર અમદાવાદની અંદર ખેડૂત સરપંચ સહિતના આગેવાનોનું સંમેલન યોજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વાળવાના હેતુસર 75 ખેડૂતો એક જિલ્લાની અંદર તૈયાર કરવા માટે નેમ મૂકી છે. જે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે સહકારી ક્ષેત્રે પણ પ્રાકૃતિક ખેતીને આગળ લઈ જવામાં મદદ કરવામાં આવી છે. તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને અમુલ જેવી રીતે મોટી ચેન આગામી સમયમાં સાબિત થાય તે દિશામાં કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જે હેતુસર પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનને લગતા કાર્યક્રમો સરકાર દ્વારા વારંવાર ગુજરાતની અંદર કરવામાં આવી રહ્યા છે. કેમકે અત્યારે લોકો કુદરતી ખેતી ભુલાઈ રહી છે.