પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ખેડૂતોને લઈને સામે આવ્યુ છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.
વડાપ્રધાને કહ્યું હતું કે, સુરતમાં દરેક ગ્રામ પંચાયતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના પ્રયાસ થઈ રહ્યો છે તેમને કહ્યું હતું ખેડૂતોની સાથે સાથે સરપંચોની ભૂમિકા પ્રશંસાને પાત્ર છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના મિશનની પ્રગતિ જોઈને આનંદ થાય છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. આ વાત પોતાના મનમાં ઉતારી છે. તેનાથી પી.એમ. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની અંદર ખુશી વ્યક્ત કરી હતી.
આ સાથે તેમને કહ્યું હતું કે જે લક્ષને પ્રાપ્ત કરવામાં દેશવાસીઓ સંકલ્પ કરે તો એ પૂર્ણ થઈને જ રહે છે આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે.
ડિજિટલ મીડિયાની અસાધારણ સફળતાથી મોટો બદલાવ પણ જોવા મળી રહ્યો છે. સુરતમાં 41 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કંઈ થાય જ નહીં તેવું લોકો માની બેઠા હતા.
પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતો ગહન રીતે જોડાઈ રહ્યા છે જેટલી ખેતી સમૃદ્ધ હશે તેટલો દેશ આગળ વધશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની અંદર જણાવ્યું હતું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક ખેતીને લઈ જન આંદોલન વ્યાપકરૂપી સફળ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક આપણા ખેડૂત ભાઈઓને આ કામ બદલ શુભેચ્છાઓ પાઠવું છું જે કિસાન મિત્રોએ સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા તેમને પણ હું હાર્દિક શુભકામના આપું છું.
ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે આ સરપંચોની ભૂમિકા પણ વખાણમાં જેવી છે એમણે આ બીડું ઉઠાવી છે અને એટલા માટે જ આ બધા સરપંચ ભાઈઓ, બહેનો પણ એટલા જ અભિનંદનના આભારી છે.