જે અંતર્ગત ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં આ કાર્ડ બાબતે નિરસ માહોલ હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં હવે ગામમાં દર અઠવાડિયામાં 25 થી 30 ગ્રામજનો કાર્ડ કઢાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી પી.એમ.જે.વાય. કાર્ડની કામગીરી માટે ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારના લોકોમાં કાર્ડ બનાવવા માટે ઉદાસીનતા જોવા મળી હતી. તેવા વિસ્તારોમાં અંક્લાસ ગામનો પણ સમાવેશ થતો હતો. આ ગામના લોકો હાલમાં ચાલી રહેલા પી.એમ.જે.વાય. કાર્ડ અભિયાનમાં કાર્ડ બનાવવા માટે આવતા ન હતા કે ઓછી સંખ્યામાં આવતા હતા. જે બાબત તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલને ધ્યાને આવતા તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલાસની ટીમ સાથે ગામના સરપંચ પુષ્પાબેન વળવી તથા પંચાયતના સભ્યો અને ગામ લોકોને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે વિગતવાર સમજણ આપી હતી. બાદમાં ગામમાં જ નિયમિત રીતે પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનો તથા પંચાયત સભ્યોને વિગતવાર સમજણ અને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે માહિતિ આપતા હાલમાં મોટી સંખ્યામાં લોકો પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવા માટે આવી રહ્યા છે સાથે બીજા લોકોને પણ માહિતી આપી પી.એમ.જે.વાય. યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ અંગે ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રૂપેશ ગોહિલે જણાવ્યું કે, પહેલા આ ગામમાં પી.એમ.જે.વાય કાર્ડ માટે નિરસ માહોલ જોવા મળતો હતો. જેથી ગ્રામજનોને સમજાવ્યા બાદ હવે દર અઠવાડીયામાં એક દિવસે કેમ્પ રાખવામાં આવે છે જેમાં 25 થી 30 પી.એમ.જે.વાય કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
Trending
- તમારા જપ્ત કરાયેલા વાહનને ઘરે બેઠા મુક્ત કરવો, દિલ્હી સરકારે શરૂ કર્યું ઓનલાઇન પોર્ટલ
- શું તમે જાણો છો કે દુનિયામાં એકમાત્ર અમર પ્રાણી કયું છે? તે મૃત્યુથી કેવી રીતે બચે છે
- દિવાળી પર કરો આ ખાસ વાસ્તુ ઉપાય, ધન સંકટ દૂર થશે!
- આ તહેવારોની સિઝનમાં રેગ્યુલર લાડુને બદલે બનાવો ચોખાના લાડુ, આસાન રેસીપી ઝડપથી નોંધી લો
- NCP અજિત પવાર જૂથને મોટો ફટકો, દિગ્ગજ નેતાના ભત્રીજાએ આપ્યું રાજીનામું
- અમદાવાદ નગરપાલિકાની એક મોટી પહેલ, રખડતા અને પાળેલા કૂતરાઓને ઓળખવા માટે RFID ચિપ ઇન્સ્ટોલ કરશે
- મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જાહેર કરી ત્રીજી યાદી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
- મહારાષ્ટ્ર NDAમાં તિરાડ, સીટ વહેંચણીથી નારાજ અજિત પવાર