પાટણ જિલ્લામાં જુલાઇના આરંભથી કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરતા કેસમાં આંકડા બેકી સંખ્યામાં આવા લાગ્યા જિલ્લામાં ગુરુવારે 1892 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાં ચોથી લહેરમાં સૌથી વધુ પ્રથમવાર 19 કેસ જિલ્લામાં નોંધાયા છે. જિલ્લામાં જુલાઈ માસમાં સાત દિવસમાં જ 59 જેટલા કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 100 પાર પહોંચ્યો હતો.વધુ 5 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા. એક્ટિવ કેસ 59 પર પહોચ્યો હતો.
પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં 3 કેસ જેમાં બે પુરુષ અને એક સ્ત્રી, તાલુકામાં અનાવાડા અને રૂણી ગામમાં 1-1 કેસ, ચાણસ્મા શહેરમાં 3 અને તાલુકાના ઝીલિયાવાસણા ગામમાં 1, સિધ્ધપુર શહેરમાં 3 તેમજ તાલુકામાં કાકોશી ગામમાં કિશોર સહિત બે કેસ, ચાટાવાળા ગામમાં એક કેસ નોંધાયો હતો. હારિજ શહેરમાં ખેમસર વિસ્તારમાં 1 તેમજ એકલવા ગામમાં 1 કેસ , સરસ્વતીના બેપાદર ગામમાં અને રાધનપુરના ગોતરકા ગામમાં 1-1 કેસ મળી કુલ 19 કેસ નોંધાયાં હતાં.
જિલ્લામાં જુલાઈ માસના આરંભથી કોરોનાના નવા કેસો ડબલ સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં જિલ્લામાં નવા 59 કેસ નોંધાયા છે. ગત જૂન માસમાં 45 કેસ નોંધાયા હતા. જિલ્લામાં ચોથી લહેરમાં કેસનો આંકડો 100 ઉપર પહોંચ્યો છે. કુલ 104 કેસ નોંધાયા છે જેમાંથી 45 દર્દીઓ ઘરે જ સ્વસ્થ થયા છે. હાલમાં એક્ટિવ કેસ પૈકી પણ એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.
મહેસાણા જિલ્લામાં ગુરૂવારે એક સાથે 8 તાલુકામાંથી 25 કેસ સામે આવ્યા હતા. બીજી બાજુ પ્રથમ વખત એક સાથે 30 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. 25 પૈકી 12 શહેરી અને 13 ગ્રામ્ય વિસ્તારના સંક્રમિતો રહ્યા હતા. જ્યારે સાજા થયેલા 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં એક્ટીવ કેસ 113 રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1668 શંકાસ્પદ સેમ્પલ લઇ રિપોર્ટ અર્થે લેબમાં મોકલાયા હતા.બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે પાંચ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ડો. જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે, આર.ટી.પી.સી.આર 1939, એન્ટીજન 874 મળી કુલ 2813 સેમ્પલ લેવાયા હતા જે પૈકી થરાદ 2, ધાનેરા 2, કાંકરેજ 1 નવા કેસ નોંધાયા છે. જેની સામે 4 દર્દીઓ ઘરે સારવાર લઇ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા હતા. જિલ્લામાં વર્તમાન સમયે એક્ટિવ કેસોની સંખ્યા 35 થઈ છે.