આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ ટાસ્ક ફોર્સે ચૂંટણીની તૈયારી માટે દિલ્હીમાં સોમવારે બેઠક કરી હતી. જે 5 કલાક ચાલી હતી. ગુજરાત કોંગ્રેસના અને કેન્દ્રીય નેતાઓ વચ્ચે વિચારવિમર્શ થયો હતો. ટાસ્ક ફોર્સની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા સહિતના નેતાઓ દિલ્હી ગયા હતા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, અજય માકણ, પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ અને કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર સુનિલ કાનૂનગોલૂ હાજર હતા. તો પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. જેમાં ગુજરાતના નેતાઓને રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તાથી હટાવવા માટે વિધાનસભા ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવામાં આવ્યું. રણનીતિના ભાગરૂપે, પાર્ટી મુખ્યરીતે કોવિડ મહામારી દરમિયાન રાજ્ય સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે. હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસને ખુલ્લો દોર અપાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસને નિર્ણય લેવા સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાઈ છે. હરીફ પક્ષોનાં નામ લીધા વગર પ્રચાર કરવા સૂચના અપાઈ છે. રાજ્ય વિસ્તારમાં ખાલી પડેલાં વિવિધ પદો પર નિયુક્તિ કરવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વએ પોતાની ગુજરાત યુનિટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કરતા સંયમ રાખવા કહ્યું છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો