મુકેશ અંબાણી 11માં ક્રમાંકે
આ વચ્ચે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 86.3 અબજ ડોલરની નેટવર્થની સાથે 11માં ક્રમાંકે છે. બુધવારે તેમની નેટવર્થમાં 63.9 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 3.65 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેઓ એશિયા અને ભારતમાં ગૌતમ અદાણી પછી સૌથી ધનિકની યાદીમાં બીજા ક્રમે છે. આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 25.8 અબજ ડોલરની નેટવર્થની સાથે વિશ્વના ધનાઢ્યોની યાદીમાં 46માં સ્થાને છે.
પહેલા નંબર પર કોણ છે
ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ ઇલોન મસ્ક 214 અબજ ડોલરની નેટવર્થની સાથે આ યાદીમાં પહેલા નંબરે યથાવત્ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 56.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 138 અબજ ડોલરની સાથે બીજા સ્થાન પર છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moet Henessyના બર્નાર્ડ આરનોલ્ટ 128 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમાંકે અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ચોથા ક્રમાંકે છે. લેરી પેજ 104 અબજ ડોલરની નેટવર્થની સાથે આ યાદીમાં પાંચમાં સ્થાને છે.