દેશમાં કોવિડ મહામારી બાદ વધેલા વર્ક ફ્રોમ હોમના કલ્ચર બાદ ટેક્નોલોજીનો વ્યાપ સતત વધ્યો છે અને સાથે સાથે હવે લોકો વધુને વધુ ટેક્નોસેવી પણ બની રહ્યા છે. ટેક્નોલોજીથી લોકોનું જીવન સરળ બન્યું છે ત્યારે બીજી તરફ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. દર વર્ષે દેશના હજારો લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે. આ જ બાબતને ધ્યાન રાખીને હવે લોકોને સાયબર ફ્રોડથી પ્રોટેક્શન આપવા માટે દેશની સૌથી મોટી એસબીઆઇએ સાયબર વોલ્ટેજ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે.
સાયબર વોલ્ટેજ પ્લાનમાં શું શું સામેલ થશે?
દેશમાં ડેબિટ, ક્રેડિટ, સાયબર ક્રાઇમ, વ્યક્તિગત માહિતી ચોરી અને છેતરપિંડીથી થતી સમસ્યાઓથી સુરક્ષા પૂરી પાડવાના હેતુસર એસબીઆઇ જનરલ સાયબર વોલ્ટેજની રચના કરવામાં આવી છે. SBIનો આ નવો પ્લાન લોકોને સાયબર ક્રાિમ સામે અને ઇન્ટરનેટ પર કોઇપણ એક્ટિવિટી કે ડિજીટલ લેણદેણ વખતે પણ સુરક્ષા પ્રદાન કરે છે. આ પ્લાનમાં જે વસ્તુ કવર થાય છે તેમાં ચોરીથી થનારી ખોટ, સોશિયલ મીડિયા પર હેરાનગતિ, અનધિકૃત ઇ-ટ્રાન્ઝેક્શન, ટ્રેસ કરવા સહિતની ગુનાઇત પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવે છે.
એક તરફ ઇન્ટરનેટથી જીવન વધુ સરળ બન્યું છે, પરંતુ બીજી તરફ એવા પણ વિશ્વનું નિર્માણ થયું છે જ્યાં તે પહેલા કરતાં વધુ જોખમકારક સાબિત થઇ શકે છે. જેમ જેમ ડિજીટલ પ્રગતિ થતી જાય છે તેમ તેમ બીજી તરફ નવા યુગના ઉભરતા જોખમોનો પણ ખતરો સતત વધી રહ્યો છે. એસબીઆઇ જનરલ સાયબર વોલ્ટેજ થકી અમારું લક્ષ્ય એક વ્યાપક અને વાજબી ઉત્પાદન મારફતે ઇન્ટરનેટ આધારિત જોખમોને કારણે થતા નાણાકીય નુકસાનને ઘટાડીને વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડવાનો છે તેવું SBIના એમડીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, દેશમાં એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સાયબર ક્રાઇમ, ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડને કારણે નુકસાન 2020-21માં 63.4 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.