વેપારીઓને રાહત: નાના વેપારીઓને મળી મોટી રાહત 651 નંબર રીવોકેશન આપમેળે થશે પહેલાં કારણો મુજબની પરિપૂર્તિ કરવાથી સિસ્ટમમાંથી નંબર ચાલુ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં નાના વેપારીઓને મોટી રાહત મળી છે. કમ્પોઝિશન ટેક્સ તળે આવતા નાના વેપારીઓ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં ચૂક થાય તો તેઓના જીએસટી નંબર રદ્ કરવામાં આવતા હતા અને બાદમાં તેને પૂર્નજીવિત (રીવોકેશન) કરવા માટે જીએસટી કચેરીઓના ધક્કા, કર્મચારીઓના ભ્રષ્ટાચાર સહિતની બાબતોમાંથી પસાર થવું પડતુ હતુ. પરંતુ હવે નાના વેપારીઓ માટે કમ્પોઝિશન ટેક્સ તળેના નાના વેપારીઓએ 3 મહિના અને રેગ્યુલર જીએસટી કરદાતાએ 1 મહિનામાં નિયત રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો તેઓના નંબર સસ્પેન્ડ કરવામાં આવતા હતા, અને નિયત સમય મર્યાદામાં ખુલાસા કરવામાં નિષ્ફળ રહે તો નંબર રદ્ પણ કરવામાં આવતા હતા. નંબર રીવોકેશન માટે નાના કરદાતા જીએસટી કર્મચારીઓ સમક્ષ કચેરીમાં જાય ત્યારે તેઓને સંતોષકારક જવાબ મળતા નથી, માર્ગદર્શન અપાતુ નથી, અને ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવવા આડતરા સંકેતો આપવામાં આવતા હતા. પરંતુ હવે નાના વેપારીઓને નંબર સસ્પેન્શન અંગે નોટિસ પાઠવવામાં આવે તો, તમામ રિટર્ન લાદવામાં આવેલી પેનલ્ટી સહિત ફાઇલ કરી દેવામાં આવે તો સીસ્ટમ દ્વારા જ ઓટોમેટિક રીતે તેઓના નંબર રીવોકેશન થઇ જશે, તેના માટે નાના કરદાતાઓએ જીએસટી કચેરીના પગથીયા ઘસવા હવે જરૂરી નથી અને અધિકારીઓની લાચારી પણ નહીં કરવી પડે.
Trending
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો
- એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ, મહાયુતિ કોને સીએમ તરીકે પસંદ કરશે?
- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઝારખંડમાં હેમંત સોરેને શિવરાજ સિંહની ‘ફોર્મ્યુલા’ અપનાવી!
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ