અમદાવાદમાં વટવા રેલવે લાઈનની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મંગળવારે રાતે શહેરમાં શરૂ થયેલા વરસાદને કારણે એક ક્રેન એકતરફ નમી રેલવે ટ્રેકની ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન (ઓએચઈ) લાઈન પર પડી હતી. જો કે આ ઘટનામાં ઓએચઈ વાયરને કોઈ નુકસાન થયું નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા વીજ સપ્લાઈ બંધ કરી ટ્રેનોનું સંચાલન રાતે 8 વાગ્યાથી અટકાવી દેવાયું હતું. જેના પગલે અમદાવાદ આવતી-જતી 12થી વધુ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દીધી હતી. રાત્રે 10.45 કલાકે ટ્રેનોનું પુન: સંચાલન શરૂ કરાયું હતું.
અસરગ્રસ્ત ટ્રેનો
આ દરમ્યાન સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ભગત કી કોઠી પુણે એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ, લોકશક્તિ એક્સપ્રેસ, નવજીવન એક્સપ્રેસ, અરવલ્લી એક્સપ્રેસ, ગુજરાત મેલ, ડબલ ડેકર એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ, જનશતાબ્દી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ વગેરે ટ્રેનો અસરગ્રસ્ત થઈ હતી.