આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથો આગામી 5થી 19 જુલાઈ દરમિયાન ગામેગામ પરિભ્રમણ કરશે
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથો આગામી 5થી 19 જુલાઈ દરમિયાન ગામેગામ પરિભ્રમણ કરશે.
જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ બે રથો ગામડે-ગામડે પરિભ્રમણ કરીને સુરત જિલ્લા સહિત રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી કરાવશે. ઓલપાડ તાલુકાના માસમા ગામથી સુરત જિલ્લાની ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ તથા કૃષિ રાજયમંત્રી મુકેશપટેલ પ્રસ્થાન કરાવશે.
યાત્રા દરમિયાન જિલ્લામાં રૂ.4.59 કરોડના 162 કામોનું લોકાર્પણ, 7.28 કરોડના 235 કામોનું ખાતમુહૂર્ત તેમજ 1419 જેટલી ટુલકિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાશે. આ ઉપરાંત એક લાખ જેટલા આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે છેલ્લા 20 વર્ષ દરમિયાન વિકાસના નિત નવા સોપાનો સર કર્યા છે. ગુજરાતે સાધેલા અપ્રતિમ વિકાસની વાતને જનજન સુધી પહોચાડવાના ભાગરૂપે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ હેઠળ સુરત જિલ્લામાં 2 રથો હેઠળ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાં 72 સ્થળોએ તથા નગરપાલિકામાં 4 સ્થળો મળી કુલ 76 સ્થળોએ સવાર તથા સાંજે કાર્યક્રમો કરીને વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાપર્ણ તથા યોજનાકીય સહાયનું વિતરણ સાથે આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, પ્રભાતફેરી, યોગ નિદર્શન કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના સુપોષણ અને વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર-નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાશે. 15 દિવસ દરમિયાન સવારે 9:30 થી11:30 દરમિયાન તથા સાંજે 4થી 6:30દરમિયાન નિયત સ્થળોએ કાર્યક્રમો યોજાશે જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે.15 દિવસ દરમિયાન યોજાનાર વિકાસયાત્રાના રૂટવાઇઝ તાલુકા નોડલ અધિકારીઓ, રથ લાઈઝન ઓફિસરો નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે માસમા ગામના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વર પરમાર, ઝંખના પટેલ, મોહન ઢોડિયા, વી.ડી. ઝાલાવાડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતા પટેલ સહિત જિલ્લા-તાલુકા પંચાયત અને પદાધિકારીઓ-અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહેશે