ભારતની વિદેશી ચલણ અસક્યામતો (Foreign Currency Asset)માં એકવાર ફરીથી વધારો થયો છે. આ પહેલા સતત ત્રણ સપ્તાહ દરમિયાન તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, તેની પહેલાના બે સપ્તાહ દરમિયાન વિદેશી ચલણ અસક્યામતોમાં સતત વૃદ્વિ જોવા મળી હતી.
2.7 અબજ ડોલર વધી
ભારતીય રિઝર્વ બેંકના આંક અનુસાર દેશના ફોરેન કરન્સી રિઝર્વ 24 જૂન, 2022ના દરમિયાન પૂરા થયેલા સપ્તાહમાં 2,734 અબજ ડોલર વધ્યું છે. હવે વિદેશી ચલણ અસક્યામતો 593.323 અબજ ડોલર પર પહોંચી છે. આ વૃદ્વિનું કારણ વિદેશી ચલણ સંપત્તિમાં વધારો છે. ભારતીય રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર ગત સ્પતાહે, વિદેશી મુદ્રા ભંડાર 5.87 અબજ ડોલરથી ઘટીને 590.588 અબજ ડોલર હતું.
FCAમાં વધારાનું કારણ આ છે
24 જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાનું કારણ વિદેશી ચલણ સંપત્તિમાં વધારો છે. તે કુલ મુદ્રા ભંડારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. બીજી તરફ ગોલ્ડ રિઝર્વ વધવાને કારણે પણ ફોરેન કરન્સી એસેટમાં વધારો થયો છે. ફોરેન કરન્સી એસેટ્સ 2,334 અબજ ડોલરના વધારા સાથે 529.216 અબજ ડોલર હતી.
રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, સપ્તાહ દરમિયાન સ્વર્ણ ભંડારનું મૂલ્ય 34.2 કરોડ ડોલરથી વધીને 40.926 અબજ ડોલર નોંધાયું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે જમા વિશેષ ડ્રોઇંગ રાઇટ્સ 5.5 કરોડ ડોલરથી વધીને 18.21 અબજ ડોલર નોંધાયા હતા.