લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરનારા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમતો જોવા મળશે, તેમણે રોયલ લંડન કપ માટે વાર્વિકશાયર સાથે કરાર કર્યો છે. 31 વર્ષીય કૃણાલ પંડ્યા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ મહિને રમાનાર વન ડે અને ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમનો ભાગ નથી. 2 ઓગસ્ટથી શરૂ થનારી વન ડે ટૂર્નાંમેન્ટમાં વોશિંગ્ટન સુંદર (લંકાશાયર) અને ચેતેશ્વર પૂજારા (સસેક્સ) બાદ કૃણાલ ત્રીજો ભારતીય હશે.
ગત વર્ષે ધ હંડ્રેડ સ્પર્ધાની શરૂઆતે રોયલ લંડન વન ડે કપના મહત્વને ઓછુ કરી દીધુ છે કારણ કે ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ ખેલાડી કાઉન્ટી ટીમ માટે ગેરહાજર હોય છે.
જોકે, વર્તમાનમાં ક્રિકેટ રમી રહેલા ભારતીય ખેલાડીઓને આઇપીએલ સિવાય કોઇ અન્ય ટી-20 લીગમાં રમવાની પરવાનગી નથી અને એવામાં ત્રણ મોટા ખેલાડીઓના જોડાવાથી રોયલ લંડન કપની પ્રતિભા વધી ગઇ છે.
વાર્વિકશાયરના ક્રિકેટ ડિરેક્ટર પોલ ફાર્બ્રેસે કહ્યુ, મને એજબેસ્ટનમાં કૃણાલનું સ્વાગત કરતા ઘણી ખુશી થઇ રહી છે. કૃણાલ અમારી ટીમમાં આંતરરાષ્ટ્રીય અનુભવ લઇને આવશે.
ધ હંડ્રેડ ક્લબમાં ઓછામાં ઓછા 10 ખેલાડી ભાગ લેવા જઇ રહ્યા છે અને અન્ય જગ્યા ભરવા માટે આવતા અઠવાડિયે ઘરેલુ ખેલાડીના ડ્રાફ્ટ કરવામાં આવશે. વન ડે ટીમમાં કેટલાક યુવા ખેલાડી હશે અને તેમણે આશા છે કે કૃણાલ તેમના માટે મેન્ટોર બનશે.