ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિઘહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારત પ્રથમ ઇનિંગમાં 416 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 146 રન બનાવ્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજાએ104 રન બનાવ્યા હતા. ભારત તરફથી અંતે કેપ્ટન જસપ્રિત બુમરાહે આક્રમક રમત રમી હતી. બુમરાહે 16 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી અણનમ 31 રન બનાવ્યા હતા.
સ્ટુઅર્ટ બ્રોડે એક ઓવરમાં આપ્યા 35 રન
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે એક જ ઓવરમાં 35 રન આપી દીધા હતા. બ્રોડને જસપ્રિત બુમરાહે ધોઇ નાખ્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડ વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન આપનાર ખર્ચાળ બોલર બની ગયો છે.
ભારત તરફથી ઓપનર શુભમન ગિલ (17), ચેતેશ્વર પૂજારા (13), હનુમા વિહારી (20) વિરાટ કોહલી (11) રિષભ પંત (146), શ્રેયસ અય્યર (15), રવિન્દ્ર જાડેજા (104), શાર્દુલ ઠાકુર (1), મોહમ્મદ શમી (16, જસપ્રિત બુમરાહ (31*) અને મોહમ્મદ સિરાજે 2 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી જ્યારે મેટી પોટ્સને 2 સફળતા મળી હતી. સ્ટુઅર્ટ બ્રોડ- બેન સ્ટોક્સ અને જો રૂટને 1-1 વિકેટ મળી હતી.